આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે શિશ ગ્રુપ દ્વારા કર્મચારીઓને કરાયું સાઇકલોનું વિતરણ

સુરત: જાણીતા અધોગિક ગ્રુપ શિશ ગ્રુપ દ્વારા કર્મચારીઓના આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને આજરોજ ફોસ્ટરિંગ એમ્પ્લોઇ વેલ બિંગ શીર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગ્રુપ દ્વારા કર્મચારીઓને સાઇકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શશિ ગ્રુપ દ્વારા જણાવાયું હતું કે આ ઇવેન્ટ નો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ રાજ્યોમાંથી સુરતમાં સ્થળાંતર કરીને આવેલા અને આર્થિક રીતે નબળા કામદારો અને દૈનિક મજૂરી કરતા કામદારોને પરિવહનનું યોગ્ય માધ્યમ પુરૂ પાડવા સાથે જ પર્યાવરણ સંરક્ષણ માટેની પહેલનો હતો. જે અંતર્ગત આજરોજ કર્મચારીઓના કલ્યાણ અર્થે શિશ એન્વાયારમેન્ટ રાઇડર્સ સાયકલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શિશ ગ્રુપના સંસ્થાપક સતીશ મણિયા છે અને વૈશ્વિક સ્તરે 20 થી વધુ દેશોમાં હાજરી સાથે શિશ ગ્રુપમાં એક હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે. શિશ ગ્રુપ એ એક બિઝનેસ કન્સોર્ટિયમ તરીકે કાર્ય કરે છે. જેમાં શિશ ઇન્ડસ્ટ્રીઝ , શિશ જ્વેલસ, ગ્રોડર ટેકનોવેશન, ઈન પેકેજીંગ અને તેવી વધુ સંસ્થાઓનો સમાવેશ થાય છે.