સુરત. વેલ્થ મેનેજમેન્ટ કંપની તરીકે જાણીતી Artham Finserve Pvt Ltd કંપનીની ઓફીસનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કંપનીનું સરનામું હવે 1408,1409,1410,1411- 14મો માળ, RIO Empire હશે.
Artham Finserve Pvt Ltd કંપનીની વિશે :-
Artham Finserve Pvt Ltd કંપની એક વેલ્થ મેનેજમેન્ટ કંપની તરીકે છેલ્લા ૨૨ વર્ષથી સુરત તથા સાઉથ ગુજરાત ના વિસ્તારમાં કાર્યરત છે. કંપની તેના કુશળ મેનેજમેન્ટ દ્વારા ક્લાયન્ટોની રિસ્ક પ્રોફાઈલ એનાલિસિસ કરીને, તેમની નાણાકીય જરૂરિયાતો સમજીને વિવિધ પ્રકારની સેબી દ્વારા મંજૂર થયેલ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ તેઓને દર્શાવે છે. કંપની આજની તારીખે ૩૫૦૦ થી વધારે સંતોષકારક ક્લાયન્ટ ધરાવે છે.
કંપની છેલ્લા 21 વર્ષથી મોતીલાલ ઓસવાલ લિમિટેડ સાથે સંકળાયેલી છે અને તેમના સબ બ્રોકર તરીકે શેર બજારમાં તથા શેરબજાર આધારિત અન્ય પ્રોડક્ટમાં કાર્યરત છે.
Artham Finserve પાસે ક્લાયન્ટો ની વિવિધ જરૂરિયાત મુજબ અલગ અલગ પ્રકારની ફાઈનાન્સિયલ પ્રોડક્ટ છે કે જે રૂપિયા 1000 થી લઈને રૂપિયા પાંચ કરોડ સુધીની પ્રોડક્ટસ પોતાના પોર્ટફોલિયોમાં ધરાવે છે. શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ્સ, ડિબેન્ચર્સ,પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ,એડવાઈઝરી પ્રોડક્ટ્સ જેવી વિવિધ પ્રોડક્ટ દ્વારા ક્લાયન્ટોને રોકાણ તથા આવકની ઉત્તમ તકો પૂરી પાડે છે.
કંપનીએ છેલ્લા ચાર વર્ષથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ, અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ તથા પ્રાઇવેટ ઈક્વિટી માં પણ અનેક ક્લાઇન્ટોને સફળતાપૂર્વક રોકાણ કરાવી ઉત્તમ આવક ઊભી કરી આપેલ છે. સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ તથા અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ માટે આ સેગમેન્ટની નિષ્ણાત કંપનીઓ સાથે સ્ટ્રેટેજીક જોડાણ કરીને તેનો લાભ પોતાના ક્લાયન્ટોને મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન અમારી કંપની મારફતે અમારા રોકાણકારોને આશરે 12 થી વધારે સ્ટાર્ટઅપમાં રોકાણ કરાવેલ છે, જેમાંથી બે સ્ટાર્ટ અપ શાર્ક ટેન્ક જેવા શોમાં પણ દર્શાવાયા છે. એન.આર.આઈ ડેસ્ક મારફતે કંપની વિદેશી ભારતીયોને પણ સારું રોકાણ કરાવી સારું વળતર અપાવવામાં સફળ રહી છે. ગ્રાહકોને તેમની સંપત્તિનું યોગ્ય એસ્ટેટ પ્લાનિંગ કરી આપે છે. કંપની પાસે અનેક ગ્લોબલ ફંડ પણ છે જેમાં સ્થાનિક રોકાણકારોને રોકાણ કરાવી ખૂબ સારું વળતર અપાવે છે. કંપની તેની આગવી કાર્ય કુશળતા ફાઇનાન્સ એનાલિસિસ કરવાની ક્ષમતા ફંડ મેનેજરોની કાર્યદક્ષતા માપવાની આવડત ફાઇનાન્સમાં રહેલા risk ને એસેસમેન્ટ કરવાની કુશળતા તેમજ તેનામાં રહેલ રિસ્ક ને સમજીને ક્લાયન્ટોને ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે.
સુરત મુકામે આટલા મોટા પાયે તથા રોકાણ કરવા માટે આટલી વિવિધ પ્રોડક્ટ સાથે કાર્ય કરતી આ એક માત્ર કંપની છે. કંપનીના મેનેજમેન્ટમાં ફાઉન્ડર ડિરેક્ટર તરીકે શ્રી ધર્મેશભાઈ મહેતા કાર્યરત છે. તેમની સાથે શ્રી ઇલેશભાઈ પટેલ શ્રી કરણભાઈ માળી તથા શ્રી જયેશભાઈ મહેતા ડાયરેક્ટર તરીકે વિવિધ સેગમેન્ટની પ્રોડક્ટ મેનેજ કરે છે. આ ઉપરાંત કંપનીના એડવાઈઝરી બોર્ડમાં સીએ શ્રી કમલ ચાંપાનેરિયા, સીએ શ્રી પાર્થ દેસાઇ સેવા આપી રહ્યા છે. શ્રી અપૂર્વભાઈ વોરા બિઝનેસ કન્સલ્ટન્ટ અમારી તમામ ફાઇનાન્સિયલ પ્રોડક્ટમાં અને અન્ય તમામ બાબતોમાં માર્ગદર્શક રહેલ છે. ફાઇનાન્સિયલ ફીલ્ડ નો તેમનો બહોળો અનુભવ આજે અમને આ મુકામ ઉપર પહોંચાડવામાં સફળ રહેલ છે.