સુરત ખાતે વસતા ઉડીયા સમાજની પ્રતિષ્ઠિત શાળા સંસ્કાર વિદ્યાભવનનો તાજેતરમાં અમરોલી ખાતે વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો, જેમાં જાણીતા પર્યાવરણવિદ તેમજ ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. શાળના આ કાર્યક્રમમાં સુરત તેમજ આસપાસમાં વસતો ઉડીયા સમાજ ઉપસ્થિત રહ્યો હતો. જેને પગલે વાર્ષિકોત્સવમાં દસ હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી.
વાર્ષિકોત્સવ દરમિયાન સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. તો ઉડીયા સમાજના વિવિધ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ તેમજ સુરત ખાતે વસતા ઉડીયા સમાજના લોકોને પ્રેરણારૂપ પ્રવચન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે સુરત આજે વિશ્વનું ફાસ્ટેસ્ટ ગ્રાઈંગ સિટી તરીકે નામના પામી રહ્યું છે એના મૂળમાં ઉડીયા સમાજના લોકોની મહેનત પણ જવાબદાર છે. તો સુરત સ્વચ્છતામાં દેશભરમાં નંબર વન આવ્યું છે કે પછી રોજગારીનું કેપિટલ બન્યું છે એ પાછળ પણ ઉડીયા સમાજના લોકોનો ખૂનપસીનો જવાબદાર છે.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે એ માટે વિપુલ રૂખડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.