અગાસી શાખામાં ત્રણ માસીય નાણાકીય સમાવેશ સેચ્યુરેશન અભિયાનનું સફળ આયોજન

કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય અંતર્ગત યોજાયેલા અભિયાનમાં મહાવ્યવસ્થાપક શ્રી અખિલેશ કુમાર અને ડેપ્યુટી રીઝનલ હેડ શ્રી બિપિન કુમારની વિશિષ્ટ ઉપસ્થિતિ

અગાસી, તા. 25 જુલાઈ 2025 યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, અગાસી શાખામાં કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ત્રણ માસીય નાણાકીય સમાવેશ સેચ્યુરેશન અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ખાસ કાર્યક્રમમાં યૂનિયન બેંકના મહાવ્યવસ્થાપક તથા ગાંધીનગર ઝોનના ઝોનલ હેડ શ્રી અખિલેશ કુમાર તથા આરઓ સુરતના ડેપ્યુટી રીઝનલ હેડ શ્રી બિપિન કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા.

અભિયાનનો મુખ્ય હેતુ દેશના દરેક નાગરિક સુધી આધારભૂત નાણાકીય સેવાઓ પહોંચાડવાનો અને દરેક પાત્ર વ્યક્તિને બેંકિંગ પ્રવાહમાં લાવવાનો છે.

શ્રી અખિલેશ કુમારએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે નાણાકીય સમાવેશ આપણી સરકારનું મુખ્ય લક્ષ્ય છે અને બેંકે એ દિશામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભવી જોઈએ. તેમણે શાખાના કર્મચારીઓ દ્વારા યોજાયેલા સક્રિય પ્રયાસોની પ્રશંસા કરી અને ગ્રાહકમૈત્રી સેવાઓ આપવાની જવાબદારી પર ભાર મૂક્યો.

શ્રી બિપિન કુમારએ પણ પોતાના વક્તવ્યમાં અભિયાનના મહત્વને રેખાંકિત કર્યું અને કામગીરીના ગુણવત્તાવાળા અમલ માટે શાખાની ટીમને શુભેચ્છાઓ પાઠવી.

આ કાર્યક્રમમાં વધારાની નોંધપાત્ર ઉપસ્થિતિ રૂપે ચીખલી, ધર્મપુર, વાગલધરા અને બિલિમોરા શાખાના શાખા વ્યવસ્થાપકો પણ ઉપસ્થિત રહ્યા. તેમના દ્વારા પણ શાખાવાર પ્રયત્નોની વિગતો શેર કરવામાં આવી.

અભિયાન દરમિયાન લોકોએ PMJDY ખાતા, પીએમ સુરક્ષા વીમા યોજના, પીએમ જીવન જ્યોતિ યોજના, અટલ પેંશન યોજના જેવી વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું તથા રજીસ્ટ્રેશન પણ કરાવ્યા.

આ સેચ્યુરેશન કેમ્પે અગાસી સહિત આસપાસના વિસ્તારોમાં નાણાકીય જાગૃતિ લાવવાની દિશામાં મજબૂત પગલાં ભર્યાં છે.

યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા – નાણાકીય સમૃદ્ધિ માટે અગ્રેસર.