સુરત: ભીમપોર ગામના વતની સ્વ.છોટુભાઈ કેશવભાઈ પીઠાવાલાનું સામાજિક અને શૈક્ષણિક પ્રદાન અનન્ય રહ્યુ છે. તેમણે શિક્ષિત અને સુસંસ્કૃત સમાજનું નિર્માણ કરવા અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી હતી. નવયુગ વિદ્યાભવન ટ્રસ્ટ હેઠળ આજે નવયુગ આર્ટસ, સાયન્સ, કોમર્સ કોલેજ ઉપરાંત ડુમસ રોડ પર સી.કે.પીઠાવાલા એન્જિનિયરીંગ કોલેજ, ફાર્મસી કોલેજ તથા કોલેજ ઓફ કોમર્સ- મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર એપ્લીકેશન કાર્યરત છે. પ્રિ-પ્રાઈમરીથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું આગવું શિક્ષણ હજારો બાળકો, યુવાનો મેળવી રહ્યા છે.
શિક્ષણના ઉજ્જવળ પથનું નિર્માણ કરનાર સ્વ. સી.કે. પીઠાવાલાના પુત્રો અશોકભાઈ, અજીતભાઈ, ચંદ્રવદનભાઈ અને ત્રીજી પેઢીના સભ્યો વિરેન તથા રાહુલ પીઠાવાલા આધુનિક વિઝન, આદર્શ શિક્ષણ સુવિધા, વિજ્ઞાન અને અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી આ માર્ગ પર વધુ તેજ ગતિથી શિક્ષણ યાત્રાને આગળ વધારી રહ્યા છે.