વિશ્વમાં રામાથોન RUN FOR RAM નું અનોખું આયોજન

વિશ્વમાં રામાથોન RUN FOR RAM નું અનોખું આયોજન

રામનવમીના શુભ અવસરે 2જી એપ્રિલના રોજ કિડ્સ મેરેથોન રામથોન, રામ પથ તરફ બાળકોની દોડનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત આ બાળકોની મેરેથોન અન્ય મેરેથોન કરતા અલગ હશે કારણ કે આજની પેઢી મહાન ભારતીય સંસ્કૃતિ તરફ ખેંચાશે.

આયોજક મોબાઈલ એડિક્શન ક્લિનિક, ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફોરમના સ્થાપક ભાવિકા મહેશ્વરીએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડમાં ભગવાન રામના બાળ સ્વરૂપના સંદેશા હશે જેથી બાળકો તેમની પાસેથી પ્રેરણા લઈ શકે.
કોરોના પછી બાળકોએ પોતાને મોબાઈલ સુધી સીમિત કરી દીધા છે, બાળકોએ અમુક ઈંચના મોબાઈલને રમતનું મેદાન માની લીધું છે, તેમને વાસ્તવિક મેદાનમાં લાવવા માટે પ્રોત્સાહિત કરવા પડશે.

ચીફ સ્પોન્સર એવા અવંતીઝ ગ્રુપના વિરલ શાહે જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્ર નિર્માણના કાર્ય માટે હંમેશા તત્પર છે.બાળકોને મનોરંજન સાથે રસપ્રદ પ્રવૃત્તિઓમાં જોડીને ભવિષ્યના સારા નાગરિક બનાવવાનો આ પ્રયાસ છે.

રેઈનબો ક્લબ રિસોર્ટ, સેવા સદભાવના વેલ્ફેર ફાઉન્ડેશન, તુલસી સ્ટુડિયો, કેમ છો, ગોલ્ડન કેર હોસ્પિટલ, યુરો ફૂડ, સુરત સાયકલિસ્ટ, બોનારો, ડાયનેમિક વોરિયર, સુરત ટેક્સટાઈલ નેટવર્કિંગ, સુરત જુગાડ, ડ્રીમ હાઈસ્કૂલ, સ્કોલર ઈંગ્લિશ એકેડમી, ગ્લેમર ઈવેન્ટ, પ્રાઈમેક્સ સહિત અનેક સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન ઘણા અગ્રણીઓ આ કાર્યક્રમના સાક્ષી બનશે.

બાળકો મહાન ભારતીય સંસ્કૃતિને જાણે તે માટે ગ્રાઉન્ડ પર ઘણી બધી મનોરંજન પ્રવૃત્તિઓ થશે, આ કાર્યક્રમ સિટીપલ્સ વેસુ મગદલ્લા પાસેના રેમ્બો ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

દરેક બાળકોને મેરેથોન ટી- શર્ટ,
ચંદ્રક, પ્રમાણપત્ર, નાસ્તો, બીબ, પુસ્તક રામાયણ સે સીખ આપવામાં આવશે

વધુ માહિતી માટે તમે 9624166600 પર સંપર્ક કરી શકો છો