ભારતનો લાડીલો સ્ટંટ આધારિત શો, ‘ખતરોં કે ખિલાડી’ પોતાનો 13 મો સીઝન લઈને આવી રહ્યો છે, જેમાં ખતરા હશે વધુ! નવા થીમ સાથે આવી રહેલ 13 મો સીઝન વધુ ભવ્ય, જબરદસ્ત અને સાહસોથી પરિપૂર્ણ હશે. આ શો તેના સ્પર્ધકોને તેમના ડર પર વિજય મેળવવાની યાત્રા પર લઈ જશે. ખતરનાક સાહસો માટે તૈયાર થઈ જાઓ, કારણ કે વિવિધ ક્ષેત્રોમાંથી આવેલ સ્પર્ધકો ખતરનાક પરિસ્થિતિનો સામનો કરતા દેખાશે. આ સ્પર્ધામાં હવે સામેલ થવા જઈ રહ્યો છે લોકપ્રિય અભિનેતા અર્જિત તનેજા, જે હવે ખતરોં કે ખિલાડી 13 માં પોતાના હિંમતની અંતિમ પરીક્ષા લેવા માટે તૈયાર છે. શું તમે આ અભૂતપૂર્વ રોમાંચનો અનુભવ લેવા માટે તૈયાર છો?
આ સ્ટંટ આધારિત શોમાં દાખલ થવા બાબત અર્જિત કહે છે, “મને પહેલાથી જ રોમાંચ અને સાહસનો શોખ છે. ‘ખતરોં કે ખિલાડી 13’માં જોડાવું મારા માટે સ્વપ્ન સાકાર થવા જેવુ છે. હું પોતાની મર્યાદા પર માત કરીને મારા ડરનો સામનો કરવા માટે ઉત્સુક છું. આ હો માત્ર ડર પર વિજય મેળવવા વિશે નથી; તે મારી વિશે અને મારી ક્ષમતાઓ વિશે વધુ જાણવા વિશે પણ છે. એટલે જ હું આ પડકાર ઝીલવા અને વિજયી થવા માટે સજ્જ છું.”
‘ખતરોં કે ખિલાડી 13’ ટૂંક સમયમાં આવી રહ્યું છે કલર્સ પર