બિગબેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા સુરત ટી -20 કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું- સીઝન -2 નું આયોજન

સુરત: સુરતમાં સ્પોર્ટ્સ નું નવું ચલણ શરૂ કરવા માટે અને 30 થી વધુ ઉંમરના ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડી શહેરમાં કોર્પોરેટ કલ્ચર માટે અભિયાન શરૂ કરવા માટે ચિરાગ, મેહુલ પીઠવાલા અને શીતલ પીઠાવાલાએ બિગ બેશ સ્પોર્ટ્સ કંપનીની સ્થાપના કરી છે. ત્યારે ગત વર્ષના સફળ આયોજન બાદ બિગબેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા આગામી 12મી એપ્રિલ થી 23 એપ્રિલ દરમિયાન સુરતના આંગણે સુરત ટી -20 કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું- સીઝન -2 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના જાણીતા ઉદ્યોગ ગૃહો દ્વારા ખરીદાયેલી દસ ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે. ફાઇનલમાં ચેમ્પિયન બનનારી ટીમને ચાર લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને હીરા જડિત ટ્રોફી આપવામાં આવશે. જ્યારે રનર્સ અપ ટીમને રૂપિયા બે લાખ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે.

સમગ્ર આયોજન અંગે બિગબેશના ફાઉન્ડર શીતલ અને મેહુલ પીઠાવાલાએ જણાવ્યું હતું કે સુરત ટી -20 કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 1ના સફળ આયોજન બાદ હવે સુરત ટી -20 કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન -2 નું આયોજન બિગબેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા કરવામાં આવ્યું છે. પહેલા સીઝનમાં એસઆરકે ડાયમંડ એટલે કે ઉદ્યોગપતિ જયંતિ ભાઈ નારોલાની ટીમ વિજેતા બની હતી. ત્યારબાદ હવે આગામી 12 મી એપ્રીલ થી 23 મી એપ્રીલ દરમિયાન આ સીઝન -2 ટી -20 ક્રિકેટ ટુર્નામેન્ટ સુરતના એન.કે.ગ્રાઉન્ડ પર રમાશે. જેમાં દસ ટીમો વચ્ચે ક્રિકેટનો જંગ જામશે. બિગબેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા ટીમોનું ઓકશન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિઓએ ટીમના ઓનેરશિપ રાઇટ્સ ખરીદ્યા હતા અને 15 -15 ખેલાડીઓની એક એક ટીમના ઓનરશીપ મેળવી હતી. કુલ આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો અને 150 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને 24 મેચ રમાશે. 12 મી એપ્રિલ રોજ એન.કે.ગ્રાઉન્ડ ખાતે મેગા ટ્રોફી લોન્ચ કરવામાં આવશે. આ પ્રસંગે શહેરના જાણીતા અને અગ્રણી ઉધોગપતિઓ સાથે જ ટીમો માં ઓનર એવા નામચીન ઉદ્યોગપતિઓ હજાર રહેશે. ત્યારે ક્રિકેટની જુગલબંધી માણવા માટે સૌને બિગ બેશ સ્પોર્ટ્સ લીગ એન.કે.ગ્રાઉન્ડ ખાતે આમંત્રિત કરી રહી છે.

ઓનર અને ટીમોના નામ
જયંતિભાઈ નારોલા – SRKIANS
સન્ની ગજેરિયા – L.D.LIONS
સિદ્ધાંત શાહ – K G BLUE
નાગજી સાકરીયા – HVK SULTAN
સુરેશ ગોંડલિયા – TRIYOM CHALLENGERS
ઋષિક પટેલ – CASX INDIAN
મોહિત કમલેશભાઈ શાહ – SVK TITANS
રવિ દેસાઈ – DHIYAAN CRICKET TEAM
તરૂણ શાહ – STALWART SPARTANS
જયરાજ સિંહ નિલેશ સિંહ અટોદરિયા – WOLVES