અમદાવાદ: ક્લિયર, એ ગુણવત્તાયુક્ત અને મૂલ્ય આધારિત પ્રીમિયમ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની છે, હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર અને યુથ આઇકોન રિતિક રોશનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને કંપની એક નવી સફર શરૂ કરી રહી છે. ક્લિયર, તેની બોટલ્સની શ્રેષ્ઠ અને ટકાઉ શ્રેણી સાથે, વધુમાં વધુ લોકો સુધી પહોંચવા અને લોકોને ‘ક્લિયર ચોઇસ’ આપીને પ્રોત્સાહિત કરવા કટિબદ્ધ છે.
રિતિક રોશનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને, કંપનીનો હેતુ સુપરસ્ટારની વૈવિધ્યતા અને તેના ઉત્પાદનો સાથે શ્રેષ્ઠતા માટેની કટિબદ્ધતા વચ્ચે સમાનતા લાવવાનો છે.
રિતિક રોશન માત્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય અને સૌથી મોટા સ્ટાર પૈકીનાં એક નથી પરંતુ તેમનું વ્યક્તિત્વ ખૂબ જ વ્યાપક છે, સાથો સાથો ભારતમાં અને વૈશ્વિક સ્તરે લાખો ચાહકો માટે એક આદર્શ વ્યક્તિ છે. તેમની સાથેનું અમારું જોડાણ કંપનીને CLEAR #DeshKiClearChoice બનાવવાના અમારા લક્ષ્યાંકને આગળ વધારવાનું એક ઉત્સાહજનક પગલું છે.
ક્લિયર પ્રીમિયમ વોટરના સ્થાપક અને સીઇઓ નયન શાહે આ અંગે જણાવ્યું હતું કે, “ક્લિયર પહેલેથી જ સ્થાપિત એક રાષ્ટ્રીય બ્રાન્ડ છે, પરંતુ મને વિશ્વાસ છે કે રિતિક રોશન સાથેનું અમારું જોડાણ પ્રતિષ્ઠિત બ્રાન્ડ તરીકે ઊભરી આવવાની અમારી મહત્ત્વાકાંક્ષાઓને ઉત્તેજન આપશે.”
ક્લિયરના બ્રાંડ એમ્બેસેડર બનવા અંગે ટિપ્પણી કરતાં સુપરસ્ટારે જણાવ્યું હતું કે, “લોકોને સુરક્ષિત અને ખનિજથી ભરપૂર પાણી પીવા માટે પ્રોત્સાહિત કરવાની કંપનીની યાત્રામાં, દેશની સૌથી લોકપ્રિય અને પ્રીમિયમ વોટર બ્રાન્ડ્સ પૈકીની એક CLEAR સાથે જોડાવા માટે હું ઉત્સાહિત છું. અમે CLEARના પ્રીમિયમ ઉત્પાદનો સાથે મળીને એક સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપીશું. સાથે કામ કરતી વખતે ટકાઉપણા અને પર્યાવરણીય સંરક્ષણ જેવી બાબતો પર વધુ ધ્યાન આપીશું.”
રિતિક રોશનના વિશાળ ચાહક વર્ગ ધરાવે છે અને ચાહકો પર રિતિકનો પ્રભાવ પણ છે, તેની સાથે CLEAR પણ બજારને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરવા માટે તૈયાર છે કારણ કે તે પોતાને એક બ્રાન્ડ તરીકે આગળ વધારવાનું જાળવી રાખે છે અને ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી રહી છે.
CLEAR અત્યાધુનિક ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને નિર્મિત આરોગ્યપ્રદ અને સંતોષ આપનાર ઉત્પાદનોની સમૃદ્ધ શ્રેણી સાથે પોતાના ગ્રાહકોની સેવામાં રહેવા કટિબદ્ધ છે. કંપની પાસે મધ્ય ગુજરાતમાં સૌથી મોટો બોટલિંગ પ્લાન્ટ છે અને ભારતભરમાં હાજરી ધરાવે છે. કંપની રાષ્ટ્રીય એરલાઈન્સ, અગ્રણી હોટેલ્સ, પ્રોડક્શન હાઉસ અને ઓટોમોબાઈલ્સ સહિત અન્ય તમામ ઇન્ડસ્ટ્રીમાં ગ્રાહકોને સેવા આપવાનો એક દસકા કરતાં વધુનો અનુભવ ધરાવે છે. ક્લિયરની બોટલ્સ 200 મિલી, 500 મિલી, 1 લિટર, 2 લિટર અને 5 લિટર સહિતના જુદા જુદા પેકમાં ઉપલબ્ધ છે.