માવઠાના કારણે સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે પણ ટીમો અને ટીમના માલિકોના સહયોગથી ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન

સુરત: કોઈ પણ આયોજનને સફળ બનાવવા માટે સુવ્યસ્થીત આયોજનની સાથે જ તેમાં જોડાયેલા દરેક વ્યક્તિનો સહયોગ ખૂબ જરૂરી હોય છે. ત્યારે સુરતમાં માવઠાના વાતાવરણ વચ્ચે પણ બિગબેશ સ્પોર્ટ્સ લીગના ફાઉન્ડર મેહુલ એ પીઠાવાલા અને શીતલ એમ પીઠાવાલા દ્વારા આયોજીત CASX પ્રેઝેંટ સુરત ટી-20 કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન થયું અને તે માટેનો શ્રેય આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમો, આ ટીમોને ખરીદનાર ઉદ્યોગ ગૃહ અને તેમના માલિકો, ટુર્નામેન્ટને સ્પોન્સરશીપ કરનાર તમામને જાય છે. કારણ કે વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ દરેકે સપોર્ટ કરી આ આયોજનને સફળ બનાવ્યું. સુરતના આંગણે ઉદ્યોગ ગૃહોની ટીમો વચ્ચે ખેલાયેલા ક્રિકેટના આ મહા મુકાબલામાં ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને એસ. વિનોદ કુમાર ડાયમંડના માલિક કમલેશ શાહ અને મોહિત શાહની ટીમ SV Titans ચેમ્પિયન બની હતી. ફાઇનલ મુકાબલો SV Titans અને SRKIANS વચ્ચે ખેલાયો હતો. જેમાં SRKIANS ની ટીમ રનર્સ અપ રહી હતી.

સુરતમાં સ્પોર્ટ્સ નું નવું ચલણ શરૂ કરવા માટે અને 30 થી વધુ ઉંમરના ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડી શહેરમાં કોર્પોરેટ કલ્ચર માટે અભિયાન શરૂ કરવા માટે મેહુલ એ પીઠવાલા અને શીતલ એમ પીઠાવાલાએ બિગ બેશ સ્પોર્ટ્સ લીગ કંપનીની સ્થાપના કરી છે. ગત વર્ષના સફળ આયોજન બાદ બિગબેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા 12મી એપ્રિલ થી 23 એપ્રિલ દરમિયાન સુરતના આંગણે CASX પ્રેઝેન્ટ સુરત ટી -20 કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું- સીઝન -2 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ઉદ્યોગ ગૃહો દ્વારા ખરીદાયેલી દસ ટીમો વચ્ચે મુકાબલો જામ્યો હતો. ફાઇનલ મેચમાં એસ. વિનોદ કુમાર ડાયમંડના માલિક કમલેશ શાહ અને મોહિત શાહની ટીમ SV Titans અને ઉદ્યોગપતિ જયંતિભાઈ નારોલાની ટીમ SRKIANS વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં SRKIANS ને હરાવી SV Titans ચેમ્પિયન બની હતી.ફાઇનલમાં ચેમ્પિયન બનેલી SV Titens ને આયોજકો દ્વારા રોકડ પુરસ્કાર અને હીરા જડિત ટ્રોફી અનેયતા કરવામાં આવી હતી. જ્યારે રનર્સ અપ ટીમ SRKIANSને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

સમગ્ર આયોજન અંગે બિગબેશના ફાઉન્ડર મેહુલ એ પીઠાવાલા અને શીતલ એમ પીઠાવાલાએ જણાવ્યું હતું કે સુરત ટી -20 કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 1ના સફળ આયોજન બાદ આ વર્ષે સુરત ટી -20 કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન -2 નું આયોજન બિગબેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા કરવામાં આવ્યું હતું. પહેલા સીઝનમાં એસઆરકે ડાયમંડ એટલે કે ઉદ્યોગપતિ જયંતિ ભાઈ નારોલાની ટીમ વિજેતા બની હતી. જ્યારે આ વખતે પણ હીરા ઉદ્યોગમાંથી આવતી ટીમ એટલે કે SV Titans ચેમ્પિયન બની હતી. જેના ઓનર હતા એસ.વિનોદ કુમાર ડાયમંડના માલિક મોહિત શાહ અને કમલેશ શાહ. ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સુરતના એન.કે.ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું. જેમાં જયંતિભાઈ નારોલા ઓનરશિપ વાળી SRKIANS, સન્ની ગજેરિયાની L.D.LIONS,
સિદ્ધાંત શાહની K G BLUE,
નાગજી સાકરીયાની HVK SULTAN, સુરેશ ગોંડલિયાની TRIYOM CHALLENGERS,
ઋષિક પટેલની CASX INDIAN, મોહિત કમલેશભાઈ શાહની SVK TITANS, રવિ દેસાઈની DHIYAAN CRICKET TEAM, તરૂણ શાહની STALWART SPARTANS અને જયરાજ સિંહ નિલેશ સિંહ અટોદરિયાની WOLVES એ ભાગ લીધો હતો.તારીખ 12 થી 23મી એપ્રીલ દરમિયાન આ તમામ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. લીગ મેચો બાદ સેમી ફાઇનલ અને ત્યારબાદ ફાઇનલ યોજાઈ હતી. જેમાં એસ. વિનોદ કુમાર ડાયમંડના માલિક મોહિત શાહ અને કમલેશ શાહ ની ઓનરશીપ ધરાવતી SVK Titans ચેમ્પિયન બની હતી. આ સમગ્ર ટૂર્નામેન્ટને નિહાળવા માટે 20 હજાર થી વધુ દર્શકો આવ્યા હતાં અને ક્રિકેટને મન મૂકીને માણ્યું હતું.

મેહુલ એ પીઠાવાલા અને
શીતલ એમ પીઠાવાલાએ સમગ્ર સફળ આયોજન અંગે જણાવ્યું હતું કે તેમના દ્વારા આઈપીએલ સ્ટાન્ડર્ડની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. દરમિયાન સૌથી ચેલેંજીંગ બાબત એ રહી હતી કે ટુર્નામેન્ટ ના આયોજન દરમિયાન જ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સતત માવઠાની પરિસ્થિતિ સર્જાઈ હતી. એક તબક્કે તો ટુર્નામેન્ટ પર સંકટનાં વાદળો ઘેરાઈ ગયા હતાં. પરંતુ લગાન મૂવી માં જે રીતે કહેવાયું છે કે “આંધી આયે, તુફાન આયે પર હમકો ના કોઈ રોક પાયે, ચલે ચલો, ચલે ચલોની જેમ જ તમામ પડકારોનો સામનો કરતા આ ટુર્નામેન્ટ આગળ વધી હતી. મહત્વની વાત એ રહી કે આવી વિકટ પરિસ્થિતિમાં તમામ ટીમો અને ટીમોના ઓનર્સનો અમૂલ્ય સહયોગ મળ્યો હતો અને તેના કારણે આ ટુર્નામેન્ટ સફળતા પૂર્વક પૂર્ણ કરી શક્યા હતા. સ્પોન્સર્સ ના સહયોગ વગર આ ટુર્નામેન્ટ સફળ થવી અશક્ય હતી. આ ઉપરાંત સ્પોન્સર્સ નો પણ અમૂલ્ય સહયોગ મળ્યો હતો. ટાઇટલ સ્પોન્સર CASX ના ઋષીક પટેલ નો ખુબજ સારો સપોર્ટ રહ્યો હતો, જ્યારે ટીઓક્સના ચિંતનભાઈ શાહ દ્વારા આખી ટુર્નામેન્ટમાં તમામ માટે ચાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, એવી જ રીતે સ્લીપી આઉલ દ્વારા પણ કોલ્ડ કોફીની સુવિધા આપવામાં આવી હતી, આ ઉપરાંત IVY growth દ્વારા દરેક મેચમાં મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ટુર્નામેન્ટમાં રિફ્રેશમેન્ટ પાર્ટનર Deck9 જયરાજ અટોદરિયા, ડેન્ટલ પાર્ટનર ડેન્ટલ સિંગેચર ડૉ. સ્વપ્નિલ, સ્ટાર્ટઅપ પાર્ટનર IVY Growth ના ઋચિત પોદ્દાર અને CA મેહુલ શાહ, બેવરેજસ પાર્ટનર સ Owl, ટેકનોલોજી પાર્ટનર Str8bat મિસ્ટર ગગન, સપોર્ટિંગ પાર્ટનર SDA, મેગેઝિન પાર્ટનર Glowlogica કશિશ પંજાબી, કૂલિંગ પાર્ટનર Vanco, મેડિકલ પાર્ટનર Sunshine Sunshine Global હોસ્પિટલ, મીડિયા પાર્ટનર Imagine Surat, સપોર્ટિંગ પાર્ટનર Triyom Palace, રેડિયો પાર્ટનર Red FM અને બેકરી પાર્ટનર વૈશાલી જોશીનો પણ અણમોલ સહયોગ મળ્યો હતો. આમ તમામના સહયોગથી આ ટુર્નામેન્ટ સફળતા પૂર્વક પૂર્ણ થઈ હતી જે બદ્દલ સૌનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. વધુમાં મેહુલ એ પીઠાવાલા અને શીતલ અમે. પીઠાવાલા દ્વારા શહેરના તમામ ઉદ્યોગ ગૃહો ને અપીલ કરવામાં આવી હતી કે આગામી સમયમાં યોજાનાર ટુર્નામેન્ટના સીઝન – 3 માં તેઓ પણ ભાગ લઈ સ્પોર્ટ્સ ને આગળ લાવવામાં સહયોગ આપે. આગમી સમયમાં બિગબેશ સ્પોર્ટ્સ લીગ સમાજ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે પણ આગળ વધી રહ્યું છે જેમાં મેહુલ એ પીઠાવાલા સમાજના યુવાનોને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા એક સારું એવું પ્લેટફોર્મ પુરૂ પાડશે. સાથે હવે આગમી સમયમાં લીગ દ્વારા માય ડેડ, માય સુપરસ્ટાર સીઝન -3, માય મોમ, માય સુપરસ્ટાર સીઝન -3 અને સુરત ટી 20 કપ સીઝન -3 નું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આ આયોજનમાં વધુ ને વધુ લોકો અને ઉધોગપતિઓ ભાગ લે તે માટે પણ આહ્વાન કરવામાં આવ્યું હતું. આ અંગે અને બિગબેશ સ્પોર્ટ્સ લીગ વિશે વધુ માહિતી insta@bigbesh_sports પર થી પણ મેળવી શકાય છે.