યુનિવર્સિટીના બાયોટેક વિભાગના વિદ્યાર્થીઓએ બાયોટેક ક્વીઝમાં ઝળક્યા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયો ટેક્નોલોજી વિભાગના તેજસ્વી વિદ્યાર્થીઓએ તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ યોજાયેલ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આયોજીત “Bio Quiz Hunt 2023” ગાંધીનગર ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયો ટેક્નોલોજી વિભાગના ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેઓ બી. એસસી. બાયોટેક્નોલોજી સેમ. ૬ ના ક્ષત્રિય જાનકી, મોહન્તી આયુષી અને નારંગ જય જેઓએ સુરતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને બાયોટેક ક્વીઝ માં સુરત એ દ્વિતીય ક્રમાંક મેળવ્યો અને 1st Runner Up તરીકેનું રૂપિયા ૭૦૦૦ નું ઈનામ આપવામાં આવ્યું. જે સમગ્ર ગુજરાત રાજ્ય, સુરત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. બાયોટેક્નોલોજી વિભાગના ડૉ. રેખા ગઢવી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા, કુલસચિવશ્રી ડૉ. રમેશદાન સી. ગઢવી તથા બાયોટેક્નોલોજી વિભાગના અધ્યાપકશ્રી ડૉ. રેખા ગઢવી તથા કો-ઓર્ડીનેટરશ્રી ડૉ. ગૌરવ શાહ, તમામ શિક્ષક અને બિન-શિક્ષણ સ્ટાફ સભ્યોએ વિદ્યાર્થીઓનો શુભકામનાઓ પાઠવી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો.