સ્પ્લિટ્સવિલા 14 ની વિજેતા સુંદૂસ મૌફકીર ‘ખતરોં કે ખિલાડી 13’ ના સાહસિક સ્પર્ધકો સાથે સ્પર્ધામાં જોડાશે
હૃદયના ધબકારા વધારી દે તેવો રોમાંચ માણવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે કલર્સ પર ભારતનો લાડીલો સ્ટંટ આધારિત રિયાલિટી શો, ‘ખતરોં કે ખિલાડી’ પોતાનો 13 મો સીઝન લઈને ધૂમધામથી આવી રહ્યો છે. આ વખતે નવું થીમ અને નવા પડકારો સાથે આ શો વધુ ભવ્ય, જબરદસ્ત અને સાહસોથી પરિપૂર્ણ હશે. આ શો તેના સ્પર્ધકોને તેમના ડર પર વિજય મેળવવાની યાત્રા પર લઈ જશે. ખતરનાક સાહસો માટે તૈયાર થઈ જાઓ, કારણ કે વિવિધ ક્ષેત્રોમાંથી આવેલ સ્પર્ધકો ખતરનાક પરિસ્થિતિનો સામનો કરતા દેખાશે. આ સ્પર્ધામાં હવે સામેલ થવા જઈ રહી છે, સ્પ્લિટ્સવિલા 14 ની વિજેતા અને રોડીઝ 18 માં સામેલ થયેલ સુંદૂસ મૌફકીર. સુંદૂસ હવે ખતરોં કે ખિલાડી 13 માં પોતાના હિંમતની અંતિમ પરીક્ષા લેવા માટે તૈયાર છે. શું તમે આ અભૂતપૂર્વ રોમાંચનો અનુભવ લેવા માટે તૈયાર છો?
‘ખતરોં કે ખિલાડી 13’ માં દાખલ થવાનો આનંદ વ્યક્ત કરીને સુંદૂસ કહે છે, “મને તો લાગે છે કે મારું આખું જીવન મેં ખતરોં કે ખિલાડી 13 માટેની તૈયારીમાં વિતાવ્યું છે. આ શોમાં મેં પોતાની અંદર છુપાયેલ ડર પર વિજય મેળવવાના ઘણા કિસ્સા જોયા છે. હું એવા સ્પર્ધકો સાથે મુકાબલો કરવા માટે ઉત્સુક છું, જે પોતાની શારીરિક સહનશક્તિની ક્ષમતા વધારવા ઈચ્છે છે. સ્પ્લિટ્સવિલા અને રોડીઝની મુસાફરીમાં હું ઘણું શીખી છું, જેનો ઉપયોગ મને આ શોમાં ચોક્કસ થશે. અન્ય સાહસ વીરો સાથે આ રોમાંચક મુસાફરી કરવા માટે હું ખૂબ જ ઉત્સુક છું.”
‘ખતરોં કે ખિલાડી 13’ ટૂંક સમયમાં આવી રહ્યું છે, કલર્સ પર!