ટકરમા ગામ ખાતે કેનરા બેંક દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રુપ ક્રેડિટ કેમ્પનું આયોજન

કેનેરા બેંક, પ્રાદેશિક કાર્યાલય, સુરત દ્વારા નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા અને મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા માટે ટકારમા ગામ ખાતે સેલ્ફ હેલ્પ ગ્રુપ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. શિબિરમાં 300 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. શ્રીમતી કે એ સિંધુ, જનરલ મેનેજર, પ્રાયોરિટી ક્રેડિટ વિંગ, હેડ ઓફિસ, બેંગલુરુ અને શ્રી શંભુ લાલ, જનરલ મેનેજર, સર્કલ ઓફિસ, અમદાવાદ અને શ્રીમતી કે એલ સુરતી, ડીડીએમ, નાબાર્ડ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કેનેરા બેંક, સુરત ના પ્રાદેશિક વડા શ્રી સુધાંશ એસ સાહૂએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કેનેરા બેંકના પ્રતિનિધિએ લોકોને નાણાકીય સાક્ષરતા, લોન અરજી પ્રક્રિયાઓ અને ચુકવણી પ્રક્રિયાઓ વિશે માર્ગદર્શન આપ્યું અને 50 થી વધુ SHG ને મંજૂરી પત્રનું વિતરણ કર્યું. તેમજ, કેનેરા બેંકે કોર્પોરેટ સામાજિક જવાબદારી અને કેનેરા વિદ્યા જ્યોતિ યોજના હેઠળ શાળાના બાળકોને શિષ્યવૃત્તિ અને પુરસ્કારોનું વિતરણ કર્યું છે. આ કાર્યક્રમને ત્યાં હાજર લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.