રિજેક્ટ ડ્રગ્સ, રિજેક્ટ ભાજપા

ગુજરાત કોંગ્રેસે ડ્રગ્સના વધતા પ્રભાવ પર લગામ લગાવવા માટે એક અભિયાનની શરૂઆત કરી છે, જેનું નામ છે ‘રિજેક્ટ ડ્રગ, રિજેક્ટ ભાજપા’ હકીકતમાં, ગુજરાત કોંગ્રેસે પ્રદેશમાં સતત વધી રહેલા ડ્રગ માફિયાઓને લઇને આ અભિયાનની શરૂઆત કરી છે. 

કોંગ્રેસે ગુજરાતમાં ડ્રગ માફિયાઓને મળી રહેલા કથિત “સંરક્ષણ”ને લઇને ભાજપા સરકાર પર પ્રહાર કર્યો અને પુછ્યૂં કે શું રાજ્યમાં કોઇ કાયદો-વ્યવસ્થા છે કે નહી. તેની સાથે જ કોંગ્રેસે ગુજરાતમાં વારંવાર થઇ રહેલી ડ્રગ્સની જપ્તી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના મૌન પર સવાલ ઉઠાવતા પુછ્યૂં છે કે રાજ્યમાં ડ્રગ્સ અને દારૂ માફિયાઓને કોણ સંરક્ષણ આપી રહ્યું છે?

ડ્રગ્સના મુદ્દા પર ઈંડિયન નેશનલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યો અને કહ્યું કે ગુજરાતમાં ડ્રગ્સ ખુલ્લેઆમ ઉપલબ્ધ છે. પાનની દુકાનો પર ડ્રગ્સ લેવા માટે ઉપયોગમાં આવનારા સામાનનું વેચાણ થઇ રહ્યું છે.

સુપ્રિયા શ્રીનેતે મુંદ્રા (કચ્છ)થી સીઝ કરાયેલા ડ્રગ્સની ઘટનાને લઇને બીજેપી પર નિશાન સાધતા જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં અઢી લાખ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું, “ગુજરાતના બંદરો પર વિશાળ પાયે માદક પદાર્થ લાવવામાં આવે છે. કચ્છના મુંદ્રાથી 25 હજાર કરોડ રૂપિયાના માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા.”એવામાં કોંગ્રેસે સવાલ કર્યો છે કે બંદરોના માલિકો સાથે હજુ સુધી પૂછપરછ કેમ નથી કરવામાં આવી?

તેમણે ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવતા જણાવ્યું, “ગુજરાતના યુવાઓના ભવિષ્ય સાથે રમત રમાઇ રહી છે. ગુજરાતમાં એક ડ્રગ સિંડિકેટ ચાલી રહ્યું છે. જ્યારે ગુજરાત પોર્ટ પર વિશાળ પાયે ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કે ગૃહ મંત્રી કેમ કંઇ બોલી રહ્યાં નથી. જ્યારે મુંદ્રા ખાતેથી 25 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું તો ગુજરાતના ગૃહ મંત્રીને પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દેવું જોઇતું હતુ. આ ડ્રગ્સ સમગ્ર પેઢીને બરબાદ કરી રહ્યું છે. અમારો સવાલ છે કે ડ્રગ રેકેટ પર પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી ચુપ કેમ છે? ડ્રગ સિંડિકેટ રાજકીય સાથ વિના કામ ન કરી શકે. આ નેશનલ સિક્યોરિટીની બાબત છે. આ બાબતે ઈડી અને અન્ય એજન્સીઓની આંખો કેમ બંધ છે? પત્રકાર પરિષદમાં સોશિયલ મીડિયા વિભાગના રાષ્ટ્રીય સંયોજક આભાસ ભટનાગર અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી પણ ઉપસ્થિત રહ્યાં હતા.”

કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું, “ગુજરાતમાં શું થઇ રહ્યું છે, તે દેશ જાણવા માંગે છે? કોઇ પણ ડ્રગ સિંડિકેટ રાજકીય સમર્થન વિના ન ચાલી શકે. તેથી, ડ્રાઈ સ્ટેટને ડ્રગ સ્ટેટ બનાવનારોઓ સામે કાર્યવાહી કરો. આ સાથે જ ગુજરાત કોંગ્રેસે એન્ટી ડ્રગ કેમ્પેન સાથે લોકોને જોડવા માટે એક ટોલ-ફ્રી નંબર 18001207840ની પણ શરૂઆત કરી છે. કોંગ્રેસે લોકોને આ અભિયાન સાથે જોડાવા અને ગુજરાતને ફરીથી નશા મુક્ત રાજ્ય બનાવવાની વિનંતી કરી છે.” વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો-  https://rejectdrugsrejectbjp.in/