18 મી થી ડિંડોલી ખાતે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

17મી ફેબ્રુઆરીએ શોભાયાત્રા સાથે મોહોત્સવની શરૂઆત થશે અને 19મી એ મહાપ્રસાદનો આયોજન સાથે સમાપન થશે

સુરત: મહાશિવરાત્રી ના પવન અવસરે ડિંડોલી કરાડવા રોડ ખાતે સાંઈ વિલા રેસીડેન્સી માં શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. 17મી ફેબ્રુઆરી થી મહોત્સવની શરૂઆત થશે અને 19મી એ સમાપન થશે.
આ અંગે માહિતી આપતા.ડો અશોક પાટિલ એ જણાવ્યું હતું કે સાઈ વિલા રેસીડેન્સી ખાતે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17મી ફેબ્રુઆરીના રોજ સવારે 9 કલાકે શોભાયાત્રા નીકળશે. તારીખ 18 મી ફેબ્રુઆરીના રોજ સવારે આઠ કલાકે મૂર્તિ સ્થાપના કરવામાં આવશે અને 19મી ફેબ્રુઆરીના રોજ 12 થી 4 દરમિયાન મહાપ્રસાદીના આયોજન સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ થશે.