સુરતના લોકોએ પૂરા ઉત્સાહ સાથે રાજહંસ સિનેમાની સિનેમેટિક ક્રાંતિ ‘IMAX’નું સ્વાગત કર્યું

સુરતમાં ચોતરફ છવાઈ ગયું રાજહંસ સિનેમાનું ભવ્ય સિનેમેટિક નજરાણું 'IMAX'

સુરત : ગુજરાતના મનોરંજન ક્ષેત્રે, એક ઐતિહાસિક ક્ષણ તરીકે, રાજહંસ સિનેમાએ સુરતમાં ‘IMAX’ રજૂ કર્યું છે. સુરતની ઉત્સવપ્રિય જનતાએ સહહૃદય ‘IMAX’ નું વેલકમ કર્યું છે. રાજહંસ સિનેમા પ્રીસિયા ‘IMAX’ સ્ક્રીન ખુલવાના પહેલાં દિવસથી જ, અહીં ઉત્સાહિત દર્શકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. જે સાબિત કરે છે કે, સુરતના મોજીલા લોકો આ વિશ્વસ્તરીય સિનેમેટિક અનુભવને માણવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

રાજહંસ સિનેમા પ્રીસિયા 3,000 થી વધુ બેઠકો સાથે ભારતના સૌથી મોટા 14-સ્ક્રીન મલ્ટિપ્લેક્સમાં સામેલ છે. તેમાં 400+ લોકોની બેઠક ક્ષમતા ધરાવતું ‘IMAX ઓડિટોરિયમ’, સુરતમાં સિનેમાનો ઈનોવેટીવ અનુભવ આપી રહ્યું છે. અત્યાધુનિક IMAX 3D ટેકનોલોજી, વિશાળ વળાંક ધરાવતી સ્ક્રીન અને અલ્ટ્રા-ક્રિસ્પ લેસર પ્રોજેક્શન સાથે, આ થિયેટર પહેલા ક્યારેય ન હોય તેવી આકર્ષક વિઝુઅલ ક્લેરિટી અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે. દરેક દિશામાંથી વહેતા હૃદયસ્પર્શી અવાજ સાથે, IMAX સ્ક્રીન, પ્રેક્ષકોને આકર્ષિત કરે છે અને દરેક સીનને પૂરા રોમાંચ સાથે માણવાનો અનુભવ આપે છે. જબરજસ્ત બ્લોકબસ્ટર ફિલ્મોથી લઈને વિઝુઅલી સમૃદ્ધ ફિલ્મો સુધી, રાજહંસ પ્રીસિયા ખાતે આવેલ IMAX, શહેરની ફિલ્મ સંસ્કૃતિમાં એક નવો આયામ ઉમેરે છે.

હાલ સુધી, ‘IMAX’ એ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને અમદાવાદ જેવા મેટ્રો શહેરો માટે એક અનામત લક્ઝરી હતી. ઘણીવાર, સુરતના ફિલ્મ પ્રેમીઓને આ ફોર્મેટનો અનુભવ કરવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી. જોકે, હવે આ બધું બદલાઈ ગયું છે. તેની શરૂઆતથી જ, રાજહંસ ‘IMAX’ એ શહેરમાં આ નવા સિનેમેટિક અજાયબી માટે ખીચોખીચ ભરેલા શો, પ્રેક્ષકો અને ઉત્સાહવર્ધક મૌખિક પ્રચાર મહેસુસ કર્યો છે. સુપરમેન જેવા એક્શનથી ભરપૂર સુપરહીરોની સ્ટોરીથી લઈને F1 જેવા એડ્રેનાલિનથી ભરપૂર રોમાંચ સુધી, IMAX એ, સુરતીઓના દિલમાં એક યુનિક જગ્યા બનાવી છે, જેઓ હવે તેમના પોતાના શહેરમાં જ વિશ્વ કક્ષાના સિનેમાનો અનેરો આનંદ માણી શકે છે.

રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “આ ફક્ત એક નવી સ્ક્રીન જ નથી. વાસ્તવમાં તે સુરતની સિનેમાની સફરમાં એક લેંડમાર્ક છે. IMAX ની સાથે, અમે ફક્ત ફિલ્મના અનુભવને જ એડવાન્સ નથી બનાવી રહ્યા, પરંતુ અમે સ્ટોરી કહેવાના એક નવા યુગની પણ શરૂઆત કરી રહ્યા છીએ. અહીં, આપણાં ઘરે જ, વિશ્વસ્તરીય શ્રેષ્ઠ મનોરંજન આપવા અમે પ્રતિબદ્ધ છીએ.”

 

IMAX ટેકનોલોજી સમગ્ર ભારતમાં સિનેમામાં ક્રાંતિ લાવી રહી છે. દેશભરમાં વધુ સ્ક્રીનો ખુલી રહી છે. આ શ્રેષ્ઠ યાદીમાં સુરતનો સમાવેશ એક સકારાત્મક પરિવર્તનનો સંકેત આપે છે. વધતી જનસંખ્યા અને ટેકનોલોજી ટ્રાંસફર સાથે પ્રાદેશિક શહેરો, હવે વિશ્વ કક્ષાના મનોરંજનની અપેક્ષા રાખે છે અને તેને લાયક પણ છે. રાજહંસ સિનેમાએ બરાબર એ જ કર્યું છે. રાજહંસ સિનેમા માટે, IMAX રજૂ કરવું, એ સ્થાનિક દર્શકો સુધી વિશ્વનું શ્રેષ્ઠ લાવવાના તેના મિશનનું એક સાહસિક વિસ્તરણ છે. નવા ટ્રેન્ડ્સ અને સ્ટાન્ડર્ડ સ્થાપિત કરવામાં અગ્રેસર, રાજહંસ ગ્રુપે, ફરી એકવાર સુરતને ભારતના મનોરંજન નકશા પર સ્થાન આપ્યું છે.

શ્રી દેસાઈએ આગળ ઉમેર્યું હતું કે, “અમારું વિઝન, હંમેશા પ્રેક્ષકો માટે સર્વશ્રેષ્ઠ વૈશ્વિક અનુભવો પ્રદાન કરવાનું રહ્યું છે. અમે વર્ષોથી IMAX રજૂ કરવાનું સ્વપ્ન જોયું હતું. હવે જ્યારે શહેરના લોકોએ IMAX ને ખૂબ જ ઉત્સાહથી વેલકમ કર્યું છે ત્યારે આ જુસ્સો, અમારા વિશ્વાસને ફરીથી મજબૂત બનાવે છે કે, મનોરંજનનું ભવિષ્ય ફક્ત મહાનગરોનું જ નહીં, પરંતુ દરેક શહેરનું છે.”

ભારતભરમાં 160 થી વધુ સ્ક્રીનો અને નોઈડા, ગુડગાંવ, ચંદીગઢ, મુંબઈ, દેહરાદૂન, ચેન્નાઈ, બેંગ્લોર, પુણે, વિઝાગ, હૈદરાબાદ અને વધુમાં નવા મલ્ટિપ્લેક્સ આવી રહ્યા છે. 15 સ્થળોએ 65 વધારાની સ્ક્રીનો વિકાસ હેઠળ છે અને 2026ના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની આશા છે. રાજહંસ સિનેમા, ભારતમાં ફિલ્મો જોવાના અનુભવને વધુ રોમાંચક બનાવી રહ્યું છે. સુરતની વાત કરીએ તો આ પરિવર્તન, પહેલાંથી જ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ માત્ર એક ફિલ્મ જ નથી. આ એક આંદોલન-એક અભિયાન છે. એક સિનેમેટિક ક્રાંતિ, જે સ્ટોરી જોવાનો અને તેની ઉજવણી કરવાનો રોમાંચક અનુભવ આપે છે. હવે, આ આહલાદક અનુભવ રાજહંસ સિનેમા દ્વારા ‘IMAX’ મારફતે સુરતમાં લાવવામાં આવ્યો છે.