શ્રી અરવિંદ ઇન્ટીગ્રલ લાઇફ સેન્ટર, ઓરો યુનિવર્સિટી સુરતના ઉપક્રમે રાષ્ટ્રીય શિક્ષાનીતિ 2020 વિષય સાથે પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું.
ગુરુ વંદના અને દીપ પ્રાગટ્ય બાદ પરિસંવાદને ખુલ્લો મુકતા SAILC ડાયરેક્ટર ડોક્ટર કિરણ સિંહે શ્રી અરવિંદ અને શ્રી માતાજીના ઇન્ટિગ્રલ શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભૂમિકા સ્પષ્ટ કરી સૌને આવકાર્યા હતા.
ઓરો યુનિવર્સિટીના કુલપતિ ડો. પરિમલ એચ વ્યાસે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ભારતીય શિક્ષણ નીતિના નામાંકન અંગે હિમાયત કરી. વર્ષ 2011 થી મૂલ્યનિષ્ઠ શિક્ષણ તથા વિદ્યાર્થી સમગ્ર વિકાસ માટે કાર્યરત ઑરો યુનિવર્સીટી ની માત્ર ગુજરાત રાજ્ય નહિ,સમગ્ર રાષ્ટ્રમાં એક આગવી ઓળખ છે. રાષ્ટ્રીય શિક્ષાનીતિના તમામ માર્ગદર્શક ડોક્યુમેન્ટને ધ્યાનથી વાંચવાની હિમાયત કરતા ડો વ્યાસે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો સંદર્ભ ટાંકી શ્રી અરવિંદના શિક્ષણ અંગેના વિચારોને સૂચિત કર્યા હતા.
ઓરો યુનિવર્સિટીના સંસ્થાપક પ્રમુખ શ્રી એચ.પી રામાએ શ્રી અરવિન્દ તથા શ્રી માતાજી ફીલોસોફી થી પ્રેરિત ઑરો યુનિવર્સીટીના વિઝન તથા મૂલ્યોની અર્થસભર માહિતી આપી હતી શિક્ષણ અને જ્ઞાનની ગતિ વિષે વિષદ વક્તવ્ય આપતા શ્રી રમાએ જણાવ્યું કે ,” શિક્ષણને સીમા ના હોય કે શિક્ષણ માટે કોઈ સ્થિર બિંદું શક્ય નથી.યુનિવર્સીટીના તમામ વિદ્યાર્થીઓ માટે તેમના અભ્યાસક્રમ સાથે મૂલ્ય શિક્ષણના ચાર પાયા મેન્ટલ,વાઈટલ,ફિઝિકલ તથા સ્પિરિચ્યુઅલ શિક્ષણ ના વિષયનો સમાવેશ કરેલ છે.” બે દિવસથી એ વર્કશોપમાં ભાગ લેવા આવેલ 300 થી વધુ શિક્ષકોને આવકારી શિક્ષણના આ યજ્ઞમાં આહવાન આપવા તેઓ એ વિનંતી કરી હતી.
પરિસંવાદના કી નોટ સ્પીકર તરીકે પોંડીચેરી સ્થિત શ્રી અરવિંદ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ટીગ્રૅ હેલ્થ અને રિસર્ચ ના વડા તથા જાણીતા વક્તા ડોક્ટર આલોક પાંડે એ વ્યાખ્યાન આપ્યું. રાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ રચના થઇ છે. ભારતની વિવિધતાને ઉદાહરણ સાથે ડો પાંડે એ જણાવ્યું કે,આપણે એક છે અને આપણે અનેક છે .એકત્વનો વિચાર પણ અંધકાર છે અને વિભિન્નતાનો વિચાર પણ અંધકાર છે . એકત્વ અને વિભિન્નતાની વિચારધારા સંયુક્ત બને એ જરૂરી છે.તેઓની લાક્ષણિક શૈલીમાં શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા, વિદ્યાર્થીનો અભ્યાસ પરત્વે અભિગમ અને ભારતીય સંસ્કૃતિ માંથી રામાયણ, મહાભારત અને ભગવત ગીતાના પ્રસંગો ટાંકી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને યોગ્ય દિશામાં અમલમાં મૂકવા માર્ગદર્શન આપ્યું હતું. ઓરો યુનિવર્સિટીના સ્થાપક શ્રી રામાના પ્રયાસોને બિરદાવી રાષ્ટ્રીય ફલક પર આ અંગે રાષ્ટ્રચેતના જાગૃત કરવા હાકલ કરી હતી.
ભોજન બાદ શ્રી અરવિંદ આશ્રમ દિલ્હી સંચાલિત મીરામ્બીકા સ્કૂલના થી ડોક્ટર જયંતિ,ડો કમલા મેનન તથા ડોક્ટર અંજુ ખન્નાએ દિલ્લી સ્થિત મીરામ્બીકા સ્કૂલ તથા મધુવન(નૈનિતાલ ) ખાતે શિક્ષણના પ્રયોગોથી સમગ્રતાલક્ષી શિક્ષણ અંગે અનુભવોની ચર્ચા કરી હતી. આ ઉપરાંત 300 થી વધુ શિક્ષકોને જૂથમાં ગોઠવીને અનુભવલક્ષી શિક્ષણ આપ્યુ. વિદ્યાર્થીઓને સેન્સરી. બૌદ્ધિક વિકાસ, કસરત તથા કલાત્મક ક્રિયાઓ તથા શાળા લક્ષી પ્રવૃત્તિઓની રસપ્રદ રજૂઆત કરી .
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો પ્રિયા રાજકુમારે કર્યું હતું. તજજ્ઞ વક્તા તરીકે ઓરો યુનિવર્સીટીના પ્કુલપતિ ડો પરિમલ વ્યાસ, રજિસ્ટ્રાર પ્રો અમરીશ મિશ્રા તથા ડીન ડો મોનીકા સુરીએ આપ્યા હતા. ડો નિમેષ જોશી એ આભારવિધિ વ્યક્ત કરી હતી.