સુરત: ડ્રગ્સ ના દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવવા માટે છેલ્લા નવ વર્ષથી કાર્ય કરી રહેલ યુથ નેશન સંસ્થા દ્વારા આ વર્ષે પણ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પર કાર્નિવલના આયોજન થકી સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ વહેતો મૂક્યો હતો. આ આયોજનમાં શહેરની વિભિન્ન સંસ્થાઓ સાથે જ શહેર પોલીસ વિભાગ પણ જોડાયું હતું.
આ અંગે માહિતી આપતા યુથ નેશનના સંસ્થાપક વિકાસ દોશી એ જણાવ્યું હતું કે યુથ નેશન સમાજ અને ખાસ કરીને યુવાનોને ડ્રગ્સ ની ચુંગલમાંથી મુક્ત કરાવવા માટે કાર્ય કરી રહી છે. સંસ્થા દ્વારા દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પર અનોખા આયોજન સાથે સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુથ નેશન દ્વારા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉધના મગદલ્લા રોડ પર પ્રાઈમ શોપર થી લઈને વાય જંકશન સુધી એટલે કે દોઢ કિમી એરિયામાં આ કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે પાંચ વાગ્યા થી રાત્રે સાડા દસ વાગ્યા સુધી ચાલેલા આ કાર્નિવલમાં સુરતની દસ સંસ્થાઓ એ ભાગ લીધો હતો.
આ કાર્નિવલની શહેરના અનેક નામાંકિત લોકો સાથે જ રૂંગટા બિલ્ડર્સ, સુરાના બિલ્ડર્સ, શ્રીકુંજ બિહારી સુલતાનીયા, રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, મેયર હેમાલી બોઘવાલા, સ્થાઈ સમિતિ ચેરમેન પરેશ પટેલ, ડાયનામિક વોરિયર હેમાલી પાનવાલા, કમલેશ મસાલાવાળા, નીરવ શાહ પોલીસ કમિશનર અજય કુમાર તોમર સહિતના પોલીસ અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
સાથે જ સે નો ટુ ડ્રગ્સ ની ડ્રોઈંગ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત વાપીના એક બાઇકર્સ ગ્રુપ દ્વારા દિલધડક સ્ટંટ કરી સેફ્ટી નો સંદેશ આપ્યો હતો. આ કાર્નિવલમાં સુરત પોલીસના સ્પેશલ ઓપરેશન ગ્રુપ અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. એસ ઓ જી દ્વારા ડ્રગ્સ ના નશાથી આવતા દુષ્પરિણામો અંગે તો ટ્રાફિક પોલીસે ટ્રાફિક ના નિયમો અંગે લોકોને જાગૃત કર્યા હતા.
જેમાં ભગીરથ ગોશ્વામીના ઉડાન બેન્ડ, અનીસ યોગ ગરબા, કથક નૃત્યાંગના કાકુલી ચેટર્જીના શિષ્યો , મયંક કાપડિયાના ઇકોસ્ટીક બેન્ડ, રિતુ ડાન્સ સ્ટુડિયો, બ્લાઈન્ડ યોગાના સંચાલક ફાલ્ગુની ગોદીવાલા ના બાળકો, શિવાની યોગા, અંકિતા યોગા, સ્કોલર હાઈસ્કૂલના બાળકોએ લાઈવ પરફોર્મન્સ કર્યું હતું. આ ઉપરાંત કાર્નિવલમાં અનેક આકર્ષણ હતા જેમકે જાદુગર, બોને, સ્ટ્રીટ વોકર્સ, ટેટૂ આર્ટસિસ્ટ વગેરે, જેમને ભરપૂર મનોરંજન પુરૂ પાડ્યું હતું. લાઈવ પરફોર્મન્સ માટે દસ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા.
આ સાથે જ હેલ્થ ચેકઅપ માટેના બે સ્ટોલ, નશામુક્તી કેન્દ્ર દ્વારા પણ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ તમામ આયોજન થકી સે નો ટુ ડ્રગ્સ, યસ ટુ લાઈફનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્નિવલના સફળ આયોજન બદલ યુથ નેશન દ્વારા તમામ સહયોગી સંસ્થાઓ સાથે જ સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા તંત્રનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.