એક્સપોર્ટ માટે પ્રોફિટેબલ પ્રોડેક્ટ કેવી રીતે પસંદ કરી શકાય એ વિશે આપ્યું માર્ગદર્શન

બિંગ એક્સપોર્ટ્રર દ્વારા એક્સપોર્ટર માટે યોજાયું એક દિવસનું ખાસ સેશન

સુરત.એક્સપોર્ટ ક્ષેત્રે કેવી રીતે પ્રગતિ કરી શકાય એ માટે સતત કાર્ય કરી રહેલ સંસ્થા બિંગ એક્સપોર્ટ્રર દ્વારા એક્સપોર્ટ્રર માટે પ્રોફિટેબલ પ્રોડેક્ટ કેવી રીતે પસંદ કરી શકાય એ વિષય પર એક દિવસીય વિશેષ સેશનનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી 150 થી વધુ બિઝનેસમેનોએ ભાગ લીધો હતો અને જાણકારી મેળવી હતી.

આ અંગે બિંગ એક્સપોર્ટરના સ્થાપક ભગીરથ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઘણા લોકો એક્સપોર્ટર બનવા માંગે છે અને આ દિશામાં આગળ પણ વધવા માંગે છે પણ યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય પ્લેટફોર્મના અભાવે તેમને ધાર્યું પરિણામ મળતું નથી ત્યારે બિંગ એક્સપોર્ટર આવા લોકોને સતત માર્ગદર્શન પૂરું પાડે છે. એ ઉદ્દેશ સાથે જ ગત મંગળવારના રોજ સુરત ખાતે એક ખાસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક્સપોર્ટ્રર માટે કેવી રીતે પ્રોફિટેબલ પ્રોડેક્ટ પસંદ કરવી તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેશનમાં વેપારી ને તેની પ્રોડેક્ટ, પ્રોડેક્ટની કિંમત કેટલી રાખવી એ બતાવવામાં આવ્યું હતું. સાથે જ વ્યાપારી જો પોતે મેન્યુફ્રેકચરર ના હોય તો જોઇન્ટ વેંચરમાં કે ઉત્પાદક પાસેથી પ્રોડેક્ટ ખરીદીને કેવી રીતે એક્સપોર્ટ્ કરીને નફો કમાવી શકે છે તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશભરમાંથી 150 થી વધુ લોકોએ ભાગ લીધો. જેમાં વિદેશથી પણ કેટલાક લોકો ઉપસ્થિત રહ્યા હતા.