સુરતમાં પ્રથમ કાર કેર સ્ટુડિયો રજૂ કર્યો

અત્યાધુનિક, ઉપયોગમાં આસાન ટર્ટલ વેક્સ® પ્રોડક્ટસ સાથે ખાસ બારીકાઈભરી સેવાઓ ઓફર કરાશે.

ગુજરાત: પુરસ્કાર વિજેતા શિકાગો- સ્થિત કાર કેર કંપની ટર્ટલ વેક્સે આજે 5Q27+742 મહાદેવ મંદિર, બીઆરટીએસ, પિપલોદ, રુંધ, ગુજરાત 394518 ખાતે સેન્ટ્રલ મોલની બાજુમાં સ્થિત શ્રીસાઈ ઓટોકેર સાથે ભાગીદારીમાં ગુજરાતના સુરતમાં તેના પ્રથમ કો-બ્રાન્ડેડ કાર-કેર સ્ટુડિયો લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી. અત્યાધુનિક ટર્ટલ વેક્સ® ડિટેઈલિંગ ટેકનોલોજીઝ અને ઉચ્ચ પાત્ર અને તાલીમબદ્ધ સેવા કર્મચારીઓથી સમૃદ્ધ આ ટર્ટલ વેક્સ કાર કેર સ્ટુડિયો® કાર શોખીનોની અંગત રુચિઓને પહોંચી વળવા ખાસ તૈયાર કરાયેલી કાર ડિટેઈલિંગ સેવાઓ અને પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી ઓફર કરે છે.
શ્રી સાઈ ઓટોકેર ગુજરાતમાં કાર કેર અને ડિટેઈલિંગમાં વર્ષોની કુશળતા લાવે છે. ટર્ટલ વેક્સના ડિટેઈલિંગ ઈનોવેશન અને નિપુણતા સાથે અને કક્ષામાં અવ્વલ ગુણવત્તા અને ગ્રાહક સેવા થકી ઉત્કૃષ્ટ મૂલ્ય પ્રદાન કરવાના લક્ષ્ય સાથે ટર્ટલ વેક્સ કાર કેર સ્ટુડિયો® વ્યાવસાયિક વાહનની જાળવણી અને સ્વચ્છતા માટે ગ્રાહકની માગણીઓને પહોંચી વળશે. સ્ટુડિયો પરિણામો પાર કરવા માટે નવીનતમ ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને ટર્ટલ વેક્સની સેરામિક અને ગ્રાફીન રેન્જમાંથી ઘણાં બધાં કાર પેકેજીસ ઓફર કરે છે.
કાર કેર સ્ટુડિયોમાં ગ્રાહકો પેટન્ટેડ ગ્રાફીન ટેકનોલોજી સાથે હાઈબ્રિડ સોલ્યુશન્સ અને હાઈબ્રિડ સોલ્યુશન્સ પ્રો જેવી ટર્ટલ વેક્સ®ની દુનિયાની મનગમતી ડિટેઈલિંગ પ્રોડક્ટો દ્વારા વ્યાવસાયિક પરિણામો અનુભવશે.
આ લોન્ચ વિશે બોલતાં ટર્ટલ વેક્સ કાર કેર ઈન્ડિયા પ્રા. લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સાજન મુરલી પૂર્વંગારાએ જણાવ્યું હતું કે, “અમે ગુજરાતમા કૈર કોરમાં રુચિ વધતી જોઈ છે અને અહીં અમારો પ્રથમ કાર કેર સ્ટુડિયો શરૂ કરવાનું નક્કી કર્યું છે. સુરતમાં આ સંપૂર્ણ નવા સ્ટુડિયો સાથે અમે રાજ્યાં કક્ષામાં અવ્વલ પ્રીમિયમ ગુણવત્તાની કાર ડિટેઈલિંગ સેવા પૂરી પાડવાનું લક્ષ્ય રાખ્યું છે. બ્રાન્ડ ઉપલબ્ધ અજોડ ડીઆઈએફએમ સેવાઓ અનુભવવા કેટેગરીઓ અને પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી ધરાવવા માટે ગર્વ અનુભવે છે. અમને વિશ્વાસ છે કે શ્રી સાઈ ઓટો કેર સાથે અમારી ભાગીદારી પ્રદેશમાં ઉત્તમ કાર કેર સેવાઓ અને લાભો આપવામાં અમને મદદરૂપ થશે. અમને અમારા ડીલર નેટવર્કમાં ગૌરવની લાગણી થાય છે અને આગામી વર્ષોમાં તે મજબૂત બનાવવાનું અને દેશનાં ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં મોજૂદગી વધારવાનું ચાલુ રાખીશું.”
ગ્રાહકો હવે રસ્તાઓ પર વાહન લઈ જાય તે પૂર્વે ઝડપી સ્વચ્છતા અને તાજગીપૂર્ણ અહેસાસ માટે ટર્ટલ વેક્સ કાર કેર સ્ટુડિયો®માં પધારી શકે છે. ટર્ટલ વેક્સ® પ્રોડક્ટો વાહનના બોડી પેઈન્ટ માટે હાનિકારક નથી અને તીવ્ર હવામાનના બદલાવને સહન કરી શકે છે, જેથી કારનું બહારી સ્ક્રેચ, ભૂખરાપણું અને હવામાનની સ્થિતિઓથી રક્ષણ થાય છે. ઈન્ટીરિયર સફાઈ પણ પરિપૂર્ણ ડ્રાઈવિંગ અનુભવ આપવા મહત્ત્વપૂર્ણ છે અને ટર્ટલ વેક્સ ઈન્ટીરિયર ડિટેઈલિંગ કાર કેર પ્રોડક્ટોની શ્રેણી પણ ઓફર કરે છે.
નવા સહયોગ પર બોલતાં શ્રી સાઈ ઓટોકેરના માલિક શ્રી હર્ષ ગાંધીએ જણાવ્યું હતું કે, “શ્રી સાઈ ઓટોકેરમાં અમે ઈનોવેશનમાં ઉત્કૃષ્ટતા પ્રદાન કરવા અને ગ્રાહકને ખુશી આપવા કામ કરવા પર ભાર આપીએ છીએ. અમને કાર કેરમાં વૈશ્વિક આગેવાન સાથે ભાગીદારી કરવા બેહદ ખુશ છીએ અને અમને વિશ્વાસ છે કે ટર્ટલ વેક્સ સાથે આ સહયોગ કાર પ્રેમીઓને ખુશી આપવા સાથે અમને નવી ઊંચાઈએ લઈ જશે.”