હવે ATM થકી મેળવી શકાશે ગોલ્ડ અને સિલ્વર, ડી.ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા દેશનું પહેલું અત્યાધુનિક ગોલ્ડ ATM લોન્ચ કરાયું
યુપીઆઇ અને કાર્ડ થકી સોના અને ચાંદીના સિક્કાઓ 24 કલાક આ ATM થકી મેળવી શકાશે
સુરત. અત્યાર સુધી આપણે અડધી રાત્રે રૂપિયાની જરૂરિયાત ઊભી થાય તો આપણે ATM નો ઉપયોગ કરતા હોય છે પણ હવે ATM થકી 24 કલાક ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે એવી સુવિધા અને નવું ઇનોવેશન સુરતના પ્રખ્યાત ડી.ખુલાશભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ શોરૂમ દ્વારા ઊભી કરવામાં આવી છે. ડી.ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને ગોલ્ડ ATM લોન્ચ કરવામાં આવ્યું છે જેના થકી કોઈ પણ વ્યક્તિ ડિજિટલ ટ્રાજેક્શન થી સોના અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે.
આ અંગે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ સુરતના સંચાલક દીપકભાઈ ચોક્સી અને દીપ ચોક્સીએ જણાવ્યું હતું કે ઘણા લોકો વિવિધ પ્રસંગોમાં સોનાના કે ચાંદીના સિક્કા ભેંટ તરીકે આપતા હોય છે. પરંતુ અત્યાર સુધી એ મર્યાદા હતી કે રાતના સમયે કોઈને ગિફ્ટ માટે સોનું કે ચાંદી ખરીદવું હોય તો જ્વેલર્સને દુકાન ખોલવા માટે વિનંતી કરવામાં આવતી અને ત્યારે તે ખરીદી શકાતું હતું. આ ગ્રાહકોને આ મર્યાદા નહીં નડે અને તેઓ 24 કલાક સોનું કે ચાંદી ખરીદી શકે તે માટે હંમેશા જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં ઇનોવેશન માટે પ્રખ્યાત અને જૂની અને જાણીતી બ્રાન્ડ એટલે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ સુરત કંઈક નવું કરવાનું વિચાર્યું અને તે વિચાર આજે ગોલ્ડ એટીએમ મશીન તરીકે મૂર્તિમંત થયો છે. હૈદરાબાદની એક કંપનીના સહયોગથી ગોલ્ડ એટીએમ મશીન તૈયાર કરવામાં આવ્યું છે અને આજરોજ જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીના હસ્તે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ શોરૂમ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે.
– આ રીતે ગોલ્ડ એટીએમ મશીન કરશે કામ
દીપભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે આ ગોલ્ડ એટીએમ મશીન અન્ય એટીએમ મશીનની જેમ જ બનાવવામાં આવ્યું છે. પણ કેશ ટ્રાન્જેક્શન થકી વ્યવહાર થશે નહીં. યુપીઆઈ અને કાર્ડ થકી એટીએમ મશીન માંથી કોઈ પણ વ્યક્તિ 24 કલાક સોના કે ચાંદીના સિક્કા ખરીદી શકશે. જેમાં અડધા ગ્રામથી લઈને દસ ગ્રામ અને તેથી વધુ ગ્રામના સિક્કા ખરીદી શકાશે.
– ગોલ્ડ એટીએમ મશીન લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ્ય
દીપભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે ઘણી વખત લોકો ગિફ્ટ તરીકે સોનું કે ચાંદીના સિક્કા આપવા ઇચ્છતા હોય છે કા તો ઇન્વેન્સ્ટ કરવા માંગતા હોય છે. પણ રાત્રિના સમયે દુકાનો કે શોરૂમ બંધ હોવાના કારણે ખરીદી શકતા નહીં અને તેઓ બીજી કોઈ વસ્તુ ગિફ્ટ તરીકે ખરીદે છે. જોકે સોનું કે ચાંદી એવી વસ્તુ છે કે જે ભવિષ્યમાં વધુ કિંમત રળી આપે છે ત્યારે લોકો ગિફ્ટમાં સોનું કે ચાંદી ખરીદવા પ્રેરાય અને અડધી રાત્રે પણ તેઓ સોના કે ચાંદીના સિક્કા આસાનીથી ખરીદી શકે એ ઉદ્દેશ્ય ગોલ્ડ એટીએમ લોન્ચ કરવા પાછળ રહ્યો છે.
– ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વિશે :
દીપકભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે વર્ષ 1997માં સુરત ખાતે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ ની શરૂઆત થઈ હતી. જોકે આ તેઓનો પારિવારિક અને વારસાગત બિઝનેસ છે. આજે ચોથી જનરેશન આ વ્યવસાયમાં છે. આજે ચોક્સી પરિવારની ફોર્થ જનરેશન એવા દીપભાઇ ચોક્સી દ્વારા વેસુ વીઆઇપી રોડ ખાતે આધુનિક જ્વેલરી શોરૂમ શરૂ કરવાની સાથે જ આધુનિકતા સાથે સમન્વય કરી રાજ્યનું પહેલું ગોલ્ડ એટીએમ મશીન આ શોરૂમ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. ડી.ખુશાલભાઈ જ્વેલર્સને છ વખત બેસ્ટ એક્સપોર્ટર્સ નો એવોર્ડ મળી ચૂક્યો છે. સાથે જ ડાયમંડ સાથે જ અલગ અલગ સ્ટોન અને સીવીડી ડાયમંડ જ્વેલરી માટે પણ ડી.ખુશાલભાઈ જ્વેલર્સ એ જાણીતું અને માનીતું નામ છે.