ભારતનો લાડીલો સ્ટંટ આધારિત શો, ‘ખતરોં કે ખિલાડી’ પોતાનો 13 મો સીઝન લઈને આવી રહ્યો છે, જેમાં ખતરા હશે વધુ! નવા થીમ સાથે આવી રહેલ 13 મો સીઝન વધુ ભવ્ય, જબરદસ્ત અને સાહસોથી પરિપૂર્ણ હશે. આ શો તેના સ્પર્ધકોને તેમના ડર પર વિજય મેળવવાની યાત્રા પર લઈ જશે. ખતરનાક સાહસો માટે તૈયાર થઈ જાઓ, કારણ કે વિવિધ ક્ષેત્રોમાંથી આવેલ સ્પર્ધકો ખતરનાક પરિસ્થિતિનો સામનો કરતા દેખાશે. આ સ્પર્ધામાં હવે સામેલ થવા જઈ રહી છે, ‘પિશાચિની’ શો માં જોવા મળેલી નાયર એમ બૅનર્જી, જે હવે ખતરોં કે ખિલાડી 13 માં પોતાના હિંમતની અંતિમ પરીક્ષા લેવા માટે તૈયાર છે. શું તમે આ અભૂતપૂર્વ રોમાંચનો અનુભવ લેવા માટે તૈયાર છો?
‘પિશાચિની’ શો માં લોકોના હ્રદય જીતી લેનાર નાયરા એમ બૅનર્જી હવે ખતરોં કે ખિલાડીના પડકારો ઝીલવા અને પોતાના ડર પર વિજય મેળવવા માટે તૈયાર છે. નાયરા કહે છે, “કલર્સ સાથેના મારા સંબંધો આગળ ધપાવતા મને ખૂબ જ આનંદ થાય છે અને આ વખત તો મારી એન્ટ્રી ખતરોં કે ખિલાડી 13 માં થઈ રહી છે! ‘પિશાચિની’ ને દર્શકોએ જે પ્રેમ આપ્યો તે બદલ હું દર્શકોનો જેટલો પણ આભાર માનું એ પૂરતું નથી. મને વિશ્વાસ છે કે આ નવી મુસાફરી મારી શારીરિક અને માનસિક મર્યાદાઓની કસોટી હશે અને દરેક પડકાર નવા જોશ સાથે ઝીલવા હું આતુર છું. મને આશા છે કે આ શો દ્વારા હું લોકોને તેમના ડરનો સામનો કરવાની પ્રેરણા આપી શકીશ અને આ સાબિત કરી શકીશ કે જો આપણે ધારીએ તો કંઇ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ રોમાંચક અને ઉત્તેજક રાઈડ માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હું મારા પ્રયાસમાં કોઈ પણ કસર રાખવાની નથી!”