આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સહયોગ ફિજીયોથેરેપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા આયોજિત કાર્યક્રમમાં 1200થી વધુ મહિલાઓએ લીધો ભાગ, 50 થી વધુ મહિલાઓને સન્માનિત કરાઈ

  • સરદાર સ્મૃતિ ભવન ખાતે પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને ડીસીપી ભક્તિ ઠાકરની ઉપસ્થિતિમાં કરાઈ મહિલા દિવસની ઉજવણી

સુરત: આગામી 8મી માર્ચના રોજ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે ત્યારે આજરોજ સુરત ખાતે સહયોગ ફિજીયોથેરેપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થા દ્વારા સફળ ગૃહિણી સાથે જ સમાજ સેવા અને બિઝનેસમાં સફળ થયેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.

આ અંગે સહયોગ ફિજીયોથેરેપીના સંચાલક ડૉ. આફ્રિન જસાણીએ જણાવ્યું હતું કે આજે મહિલા પુરુષ સમોવડી બનીને દેશના દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભે થી ખભો મિલાવી કામ કરી રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં ગૃહિણી હોવા સાથે જ સમાજસેવા અને બિઝનેસ જેવા ક્ષેત્રમાં સફળ થયેલી મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો. વરાછા સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને ડીસીપી ભક્તિ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 1200 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. સંસ્થા દ્વારા 50 થી વધુ મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.