તેરાપંથ ભવન ખાતે શરૂ ઇન્ડિયા સિલ્ક એક્સ્પો ને ભવ્ય પ્રતિસાદ

સુરત. લગ્નસરા અને વિન્ટર સીઝન ને ખાસ ધ્યાનમાં રાખી સુરતની ફેશન પ્રિય જનતા માટે સિટીલાઈટ એરિયામાં આવેલ તેરાપંથ ભવન ખાતે 22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી ઇન્ડિયા સિલ્ક એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિભિન્ન રાજ્યોનું પ્રખ્યાત ફેબ્રિક સહિત ડિઝાઇનર અને આકર્ષક સાડીઓની વિશાળ શ્રેણીઓ ઉપલબ્ધ છે. જેમાં બેંગ્લોર કાંજીવરમ સિલ્ક સાડી જયપુરી પ્રીન્ટેડ મલ – મલ અને બેડ શીટ્સ મુલાકાતીઓ માં આકર્ષણ જમાવી રહ્યું છે. એક્સ્પો ને લોકો દ્વારા ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે.

તારીખ 22 ડિસેમ્બરથી શરૂ થયેલ ઇન્ડિયા સિલ્ક એક્સપોમાં પશ્ચિમ બંગાળની કંથા , બલુચરી, ટંગેલ અને જમદાની સાડીઓ, છત્તીસગઢની ટ્રાઈબલ વર્ક, કોશા સિલ્ક, કર્ણાટક ની ક્રેપ પ્રિંટેડ, બેંગલોર સિલ્ક સાડી, કાંજીવરમ સાડી, આસામની મુગા અને એરી સિલ્ક, બિહારની ભાગલપુર સિલ્ક ફેબ્રિક એન્ડ સાડી, રાજસ્થાન ની સ્પેશિયલ જયપુર બ્લોક પ્રિન્ટ, જયપુર બેડ / એસી સીટ, ફરનીશિંગ ફેબ્રિક, જયપુરી કુર્તી, ઉત્તર પ્રદેશનું બનારસી ફેબ્રિક અને સાડી, ખેખરા બેડ કવર અને જમ્મુ કાશ્મીર ની એમ્બ્રોઈડરી સાડી અને સુટ્સ સહિત ભારતભર ના હાથ વણાટનું સિલ્ક , કોટન , સાડી અને સુટની ભવ્ય શ્રેણીઓ ઉપલબ્ધ છે. એક્સ્પો મુલાકાતીઓ માટે સવારે 10:30 રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે સાથે મુલાકાતીઓ માટે ફ્રી પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે