ઉધના દરવાજા પાસે મેયરના હસ્તે માય વેલ્યુ ટ્રીપ આઈલેન્ડ નું લોકાર્પણ

સુરત.શહેરના રસ્તાઓ પર સુરત મહાનગર પાલિકા દ્વારા બનાવાયેલા આઈલેન્ડ ( સર્કલ) વિવિધ ગ્રુપ અને સંસ્થાઓ દ્વારા જાળવણી માટે હસ્તગત કરવામાં આવતા હોય છે. ત્યારે ઉધના દરવાજા પાસે આવેલ એક આઈલેન્ડ ને માય વેલ્યુ ટ્રીપ દ્વારા હસ્તગત કરવામાં આવ્યું છે. જેને સુશોભિત કર્યા બાદ આજરોજ મેયર હેમાલી બોઘવાલાના હસ્તે આ આઈલેન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સ્થાઈ સમિતિ ના અધ્યક્ષ પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. માય વેલ્યુ ટ્રીપ દ્વારા આઈલેન્ડ ને સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું છે. જેમાં માય વેલ્યુ ટ્રીપ. કોમ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ ને ડિસ્પ્લે કરવામાં આવી છે.