હજીરા – સુરત, જૂન 14, 2024: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) હજીરા અને તેની આસપાસના ગામોમાં સમુદાયના વિકાસ અને સશક્તિકરણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, અને આ વિસ્તારમાં શ્રેણીબદ્ધ CSR યોજનાઓનું લોકાર્પણ કર્યું છે.
પ્રોજેક્ટનું ઉદ્ધાટન શ્રી મુકેશ પટેલ, MOS ફોરેસ્ટ, એન્વાયરોમેન્ટ, ક્લાઈમેટ ચેન્જ, વોટર રિસોર્સિઝ & વોટર સપ્લાય, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સંદીપ દેસાઈ, ધારાસભ્ય, ચોર્યાસી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
સુંવાલી ગામમાં 125 સોલાર સ્ટ્રીટ લાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. હજીરા ગામમાં નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ ઉદ્દઘાટન કરવાની સાથે જ નવા કોમ્યુનિટી હોલ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની બીજી વિશેષતા એ હતી કે સ્થાનિક અર્થતંત્રમાં ઉમદા યોગદાન બદલ હજીરા અને દામકાની સખી મંડળ (Self Help Group)ની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
હજીરા કાંઠા વિસ્તારમાં મહિલાઓની ક્રિકેટ ટીમની સ્થાપના અને 8 થી 12 ધોરણની વિદ્યાર્થીનીઓ માટે કોચિંગ વર્ગોની વ્યવસ્થા, તેમજ મહિલાઓ માટે રોજગારીની તકો પૂરી પાડવી, જે AM/NS India દ્વારા અમલમાં મૂકાયેલા મહત્વના પ્રયાસો છે.
મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી સહિતના અન્ય મહાનુભાવોએ હજીરાની મહિલા ક્રેન ઓપરેટર્સને રોજગાર પત્ર આપ્યા હતા. જે AM/NS Indiaની મહિલા સશક્તિકરણ અને સ્થાનિક સમુદાયોને નોકરીની તકો આપવા અંગેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
AM/NS Indiaના વિવિધ પ્રયાસોની પ્રશંસા કરતા શ્રી મુકેશ પટેલ, MOS ફોરેસ્ટ & એન્વાયરોમેન્ટ, ક્લાઈમેટ ચેન્જ, વોટર રિસોર્સિઝ & વોટર સપ્લાય, ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, “AM/NS India હજીરા વિસ્તારમાં તેમની CSR એક્ટિવિટી અંતર્ગત ઉત્તમ કાર્યો કરી રહ્યી છે. AM/NS India દેશની પ્રથમ સ્ટીલ કંપની હશે જેણે 100 મહિલાઓને ક્રેઈન ઓપરેટર તરીકે રોજગારી આપવાનો નિર્ણય કર્યો છે. જે પૈકી આજે આસપાસના ગામડાઓની 30 જેટલી મહિલાઓને રોજગારી પત્રો એનાયત કર્યા છે. કંપનીએ હજીરામાં કરેલા લોક કલ્યાણના કાર્યો બદલ હું AM/NS Indiaની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરૂ છે.”
આ અંગે ડો. અનિલ મટુ, હેડ – કોર્પોરેટ અફેર્સ, AM/NS India, હજીરાએ સમુદાયના વિકાસ માટે કંપનીની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો.
તેમણે કહ્યું કે, “AM/NS India આસપાસના સમુદાયોના વિકાસ માટે પણ કામ કરી રહ્યું છે, અમે તેમને સશક્ત કરવામાં માનીએ છીએ. આરોગ્ય, પર્યાવરણ, શિક્ષણ, રમત-ગમત, સામુદાયિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં જરૂરી યોજનાઓ થકી સહાય પૂરી પાડી રહ્યા છીએ. અમે હજીરા વિસ્તારના ગામડાઓમાં રહેતાં લોકો માટે મજબૂત આજીવિકાનો માર્ગ તૈયાર કરવા અને સકારાત્મક અને સમાવિષ્ટ પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી સહિતના અન્ય મહાનુભાવોએ AM/NS India રૂરલ (હજીરા-કાંઠા વિસ્તાર) ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચના વિજેતાઓને ઈનામ વિતરણ કર્યું હતું, જેમાં હજીરા કાંઠા વિસ્તારની વિવિધ ટીમોની ઉત્સાહપૂર્વકની ભાગીદારી જોવા મળી હતી.
ધારાસભ્ય શ્રી સંદિપ દેસાઇએ AM/NS Indiaની CSR પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને તેમના દ્વારા ઉભી કરવામાં આવેલી આજીવિકાની તકો પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત સ્થાનિક સમુદાયના આગેવાનો અને AM/NS Indiaના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા