9 જુલાઈના રોજ આયોજિત આઇડીટીના ફેશન શો ને લઈ જ્યુરી મળી
આઇડીટીના ફેશન શોની જ્યૂરી સુરતના પ્રખ્યાત ડિઝાઇનર, ઉદ્યોગ નિષ્ણાંતો અને ફેશન ઈનફ્લુએન્સર દ્વારા કરવામાં આવી.
સુરત. 9 જુલાઈ ના રોજ પહેલી વખત આયોજિત થવા જઈ રહેલી એઆઇ આધારિત કોનકલેવ અને ફેશન શોની ટેકનિકલ જયુરી આજ રોજ આઇડીટી ખાતે મળી હતી. જ્યૂરી સુરતના પ્રખ્યાત ડિઝાઇનર, ઉદ્યોગ નિષ્ણાંતો અને ફેશન ઈનફ્લુએન્સર દ્વારા કરવામાં આવી. જ્યુરી તરીકે સંગીતા ચોકસી, નીરજ વૈદ્ય, સીમા કાલાવાડીયા, સૃષ્ટિ તનવાની, માધવી મહુવાગરા, પરિશી શાહ, વનિતા રાવત અને જગદીશ પુરોહિત જેવી હસ્તીઓ સામેલ હતી. આ તમામ દ્વારા આઈડીટીના ડિઝાઇનરોના કોન્સેપ્ટ અને મહેનતની પ્રશંસા કરી. આ કલેક્શન વેડિંગ થીમ પર આધારિત હતું, જેમાં બેચલર પાર્ટી, પૂલ પાર્ટી, સંગીત અને ફેરા કલેક્શન જ્યુરી ને ખુબ પસંદ આવ્યું.
જયુરીએ વિદ્યાર્થીઓની મહેનત અને ક્રિએટિવિટી સ્કીલની સરાહના કરી હતી. આ કલેક્શન મુંબઈ સ્થિત નરેન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત છે અને 9 જુલાઈના રોજ આયોજિત ફેશન શોમાં તેઓ મુખ્ય જ્યુરી તરીકે ઉપસ્થિત રહેશે.
આ ઇવેન્ટમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સીનો સુરતના કાપડ ઉદ્યોગ અને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય અને તેનાથી ઇન્ડસ્ટ્રી ને શું ફાયદો થઈ શકે એના પર પણ ચર્ચા કરવામાં આવશે. જેમાં દેશ વિદેશના નિષ્ણાંતો પોતાના અનુભવ અને જ્ઞાન શેર કરશે. સાથે જ એ આઇ થકી બનાવેલ એક કલેક્શન પણ શોકેસ કરાશે.