સુરતના 10 વર્ષીય શૌર્ય સૌરભ પટાવરીની સિદ્ધિ : હુલાહૂપ અને હોવરબોર્ડ સાથે ફાસ્ટેસ્ટ એડિશન ઓફ 200 ડિજીટમાં બનાવ્યો રેકોર્ડ

સુરત: સુરતના યુવાઓ થી માંડીને નાના બાળકોઓ પણ પોતાની પ્રતિભાના દમ પર સુરત, ગુજરાત અને દેશનું નામ દુનિયાભરમાં રોશન કરી રહ્યા છે. આવા પ્રતિભાશાળી બાળકોમાં હવે સુરતના દસ વર્ષીય DPS સુરતનો વિદ્યાર્થી શૌર્ય પટાવરીનું નામ શામિલ થયેલ છે. શૌર્ય એ મેન્ટલ મેથ્સ માં  પહેલી વખત હુલાહૂપ અને હોવરબોર્ડ સાથે ફાસ્ટેસ્ટ એડિશન ઓફ 200 ડિજીટ એડિશન પૂર્ણ કરી કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ ઝળહળતી સિદ્ધિ બદ્દલ શૌર્યનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે.

 

શૌર્ય મૂળ ભાદરા (રાજસ્થાન) અને સુરત ખાતે સ્થાઈ થયેલા સ્વ.સુરેન્દ્રજી પટાવરી

ના પૌત્ર અને સૌરભ પટાવરીનો પુત્ર છે. શૌર્ય એ હુલાહૂપ અને હોવરબોર્ડ સાથે ફાસ્ટેસ્ટ એડિશન ઓફ 200 ડીજીટ રેકોર્ડ નોંધાવ્યો છે. શૌર્ય બે વર્ષથી મેન્ટલ મેથ્સની તાલીમ લઈ રહ્યો છે. શૌર્ય એ હુલાહુપ અને હોવરબોર્ડ સાથે ટીવી પર દર 0.5 સેકન્ડે ફ્લેશ થતાં નંબર નું એડિશન ફક્ત 104 સેકન્ડમાં કરવાનો કારનામો કરી બતાવ્યો.

 

અર્થવ એક્સીલન્સ ઓફ મેન્ટલ મેથ્સના દીપેશ સરે જણાવ્યું કે પહેલી વખત આ રીતે આ ચેલેન્જ કોઈએ હુલાહૂપ અને હોવરબોર્ડ સાથે અને તે પણ આટલા ઓછા સમયમાં પૂર્ણ કરી છે. શૌર્યની આ સિદ્ધુને તેમને અભૂતપૂર્વ ગણાવી.

 

શૌર્ય એ તેને આ સફળતાનો શ્રેય દાદીમાં જ્યોતિ પટાવરી, પિતા સૌરભ પટાવરી, માતા અંકિતા પટાવરી અને પૂર્ણ પરિવારને આપ્યો હતો. શૌર્ય એ ભવિષ્યના લક્ષ્ય વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હું મેન્ટલ મેથ્સ સાથે જ એક સારો ચેસ નો FIDE રેટેડ પ્લેયર અને ટાઈકવાન્ડોના રેડ બેલ્ટ નો પ્લેયર છુ. ત્યારે આગામી સમયમાં આ બંને ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવાનું મારું લક્ષ્ય છે