જીતેંગે યે દિલ યા અપની મંઝિલ?

જુઓ કલર્સ પર નવા ફિકશન ડ્રામા જુનૂનિયતમાં સંગીત સાથે પ્રેમકથાનું સંમિશ્રણ

સરગુન મહેતા અને રવિ દુબેની ડ્રીમિયાતા એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત જુનૂનિયતનું પ્રસારણ 13મી ફેબ્રુઆરીથી થશે અને ત્યાર પછી સોમવારથી શુક્રવારે રાત્રે 8.30 વાગ્યાથી માણી શકાશે

ચેનલે બિગ બોસ 15 ફેમ અંકિત ગુપ્તા અને ગૌતમ સિંહ વિગ એમ બે કલાકારોને જહાં અને જોર્ડનની ભૂમિકા માટે લીધાં છેઅને લોકપ્રિય અભિનેત્રી નેહા રાણા ઈલાહીની ભૂમિકામાં જોવા મળશે

ફેબ્રુઆરી, 2023: સંગીત ત્રણ ઈચ્છુકો માટે રક્ષક, સૂત્રસંચાલક અને સ્થળ છે, જેમણે કલર્સના આગામી ફિકશન શો જુનૂનિયતમાં પ્રેમ અને તેમની મહત્ત્વાકાંક્ષામાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. શો ત્રણ અજોડ નાગરિકો ઈલાહી (નેહા રાણા), જહાન (અંકિત ગુપ્તા) અને જોર્ડન (ગૌતમ વિગ)ની ભાવનાઓ અને જોશનો હૃદયસ્પર્શી પ્રવાસ છે. ઈલાહી અને જહાન પ્રેમ અને સંગીતના ચમત્કારમાં ગળાડૂબ છે, જ્યારે જોર્ડન સંગીતની દુનિયામાં વર્ચસ ધરાવવાના હેતુથી ઘેલો છે. સરગુન મહેતા અને રવિ દુબેના ડ્રીમિયાતા એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત શોનું પ્રસારણ 13મી ફેબ્રુઆરીથી થશે, જે પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 8.30 વાગ્યાથી, ફક્ત કલર્સ પર થશે.
વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્માએ જણાવ્યું હતું કે, “જુનૂનિયત ત્રણ મહત્ત્વાકાંક્ષી ગાયકો ઈલાહી, જોર્ડન અને જહાનની મંત્રમુગ્ધ કરનારી વાર્તા છે, જેઓ પોતાનાં સપનાં સાકાર કરવા મથતાં હોય છે, જેઓ પછી પ્રેમમાં પડી જાય છે. ડ્રીમિયાતા એન્ટરટેઈનમેન્ટ સાથે અમારી દીર્ઘ સ્થાયી ભાગીદારી સાથે અમે અમુક એવા લોકપ્રિય શો પ્રસ્તુત કર્યા છે, જેણે અમારા દર્શકોનાં મને અને હૃદય પર રાજ કર્યું છે. સફળતાનો આ સિલસિલો જારી રાખવાની આશા સાથે અમે પ્રેમ અને સંગીત વચ્ચેની ટસલ જુનૂનિયત લાવવામાં ખુશી અનુભવી રહ્યા છીએ. અમે સંગીતસભર આ વાર્તા થકી દર્શકોને મંત્રમુગ્ધ કરવા માગીએ છીએ, જે તેઓ ઉજવણી કરી શકે.”
‘જુનૂનિયત’ વહાલી છોકરી અને ક્લાસિકલ રીતે તાલીમબદ્ધ ગાયિકા ઈલાહી, અવિશ્વાસુ સંગીત પ્રેમી જહાન અને પ્રતિભાશાળી રેપર જોર્ડન આસપાસ વીંટલાયેલી છે. આ ત્રણ સંગીતના શોખીનો મ્યુઝિક કોલેજમાં દાખલો લે છે અને ગાયકી સ્પર્ધા તેમની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાને ઢંઢોળે છે. ઈલાહી નાની હતી ત્યારે તેને તરછોડનારી તેની માતા સાથે પુનઃમિલનનું સપનું જુએ છે, જહાન તેના પરિવાર સાથે થયેલા અન્યાય માટે લડવા માગે છે. બીડી બાજુ 24 વર્ષનો જોર્ડન જોશીલો અને વંઠેલ યુવાન પિતા સામે પોતાને સિદ્ધ કરવા કટિબદ્ધ છે. ઈલાહી અને જહાનની અંદર પ્રેમ ફૂલેફાલે છે ત્યારે જોર્ડન સંગીતમાં દરેકને ઝુમાવવા માટે આ બંનેને અલગ કરીને ઈલાહીને પોતાની બાજુમાં લેવા માગે છે. શું તેઓ મન જીતશે કે પછી તેમનાં સપનાં સાકાર થશે?

નિર્માતા સરગુન મહેતા કહે છે, “જુનૂનિયત રિલેશનશિપ ડ્રામા છે, જે ત્રણ ઈચ્છુક કલાકારોના જીવન ફરતે વીંટલાયેલી છે. તેઓ સંગીતનો શોખ વધારવા માટે પોતાનાં કારણો ધરાવે છે. મહાન સંગીતકારોનું ઘર ચંડીગઢનાં ત્રણ સુંદર શહેરની પાર્શ્વભૂ સાથે શો અનોખા પ્રણયત્રિકોણને દર્શાવે છે. દર્શકોને આ સ્વર્ણિમ નવા યુગની વાર્તામાં પ્રેમ અને ડ્રામા જોવાની મજા આવશે. આ વિશે રવિ દુબે કહે છે, “ત્રણ પાત્રો સંગીત માટે પ્રેમ ધરાવે છે, પરંતુ તેમનું વ્યક્તિત્વ સાવ અલગ છે. દર્શકોને આ પાત્રો રિલેટેબલ લાગશે, કાર કે તેઓ પોતાનાં સપનાં સાકાર કરવા માગતાં હોય તેની સાથે તેઓ પ્રેમમાં પડે છે. કલર્સ સાથે અમારો આ ત્રીજો સહયોગ છે અને અમે દર્શકો પાસેથી ભરપૂર પ્રેમની આશા રાખીએ છીએ.”

જહાનની ભૂમિકા ભજવવા માટે રોમાંચિત અંકિત ગુપ્તા કહે છે, “કલર્સ અને ડ્રીમિયાતા એન્ટરટેઈનમેન્ટ વચ્ચે સંયોજન સફળતા રહ્યું છે અને તેમની સાથે જોડાણ કરવાની તેથી જ મને બેહદ ખુશી છે. દર્શકો બિગ બોસ 16માં મારી સાથે ઊંડાણથી કનેક્ટ થયા છે અને હવે આ સંગીત પર આધારિત નવા ફિકશન શો સાથે તેમની સાથે ફરીથી કનેક્ટ થવા ભારે રોમાંચિત છું. મારો લૂક સંગીત માટે પ્રેમ ધરાવનાર શોખીનનું વ્યક્તિત્વ પ્રદર્શિત કરે છે અને હું દર્શકો પાસેથી આટલો બધો પ્રેમ પ્રાપ્ત કરવા માટે ભારે રોમાંચિત છું. જુનૂનિયત દર્શકોનાં મન જીતશે, જેઓ મને સંગીતઘેલા અનોખા અવતારમાં જોશે.”

જોર્ડનની ભૂમિકા ભજવતા ગૌતમ સિંહ વિગે જણાવ્યું કે, “જુનૂનિયત પ્રેમની સંગીત આધારિત વાર્તા અપનાવવા માટે મને બીજું કોઈ કારણ નહીં જોઈએ. બિગ બોસ 16માં મને પ્રાપ્ત પ્રેમથી હું હજુ પણ ગદગદ છું અને મને આશા છે કે આ નવા શોમાં તેમને માટે જોર્ડનનું પાત્ર સાકાર કરીને તેમાંથી થોડુંક પાછું તેમને આપવાની આશા રાખું છું. હું ગાયન અને વાજિંત્રો શીખી રહ્યો છે, જેથી પાત્રને સંપૂર્ણ ન્યાય આપી શકું અને મારે માટે આ નવો અનુભવ છે. કલર્સ સાથે જોશ, પ્રેમ અને સંગીતની આ અતુલનીય વાર્તા કહેવાના તેમના ધ્યેય સાથે હાથ મેળવવાની મને ખુશી છે.”

ઈલાહીની ભૂમિકા ભજવતી નેહા રાણા કહે છે, “મારા જીવનમાં સૌથી મોટો આશીર્વાદ તમને જે ગમે તે કરવા મળે એ છે. મારું જુનૂનિયતમાં ઈલાહીનું પાત્ર સંગીત માટે અતુલનીય પ્રતિભા સાથેની ભેટ છે, પરંતુ તે છતાં તેની માતાની હાજરીની તેને ભૂખ છે અને અધૂરી હોવાની લાગણી અનુભવે છે. મારી અને તેની વચ્ચે સંગીતમાં સુખ એ સામ્યતા છે. તેમાંથી તેને મળતી શક્તિ એ જુનૂનિયત છે. હું શો જે પ્રભાવ પાડશે તેનાથી અને ગૌતમ સિંહ વિગ અને અંકિત ગુપ્તા સાથે કામ કરવા માટે ભારે રોમાંચિત છું.”

જોતા રહો સંગીત, પ્રેમ, ભાવનાઓ અને જોશની હૃદયસ્પર્શી વાર્તા જુનૂનિયત, 13મી ફેબ્રુઆરી, 2023થી, દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 8.30 વાગ્યાથી, ફક્ત કલર્સ પર.