IVY ગ્રોથ એસોસિએટ્સ સ્ટીમ હાઉસના સહકાર સાથે 15-16 જૂને સુરતમાં 21BY72 સ્ટાર્ટઅપ સમિટની ત્રીજી આવૃત્તિનું આયોજન કરાશે

આ સમિટમાં 20,000 થી વધુ સહભાગીઓ હશે, જેમાં 200+ સ્ટાર્ટઅપ સ્થાપકો, 100+ VC, 500+ રોકાણકારો અને ટોચના ઉદ્યોગ વક્તાઓ સામેલ રહેશે

સુરત : સુરત સ્થિત અગ્રણી વેન્ચર કેપિટલ ફર્મ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સમર્થક IVY ગ્રોથ એસોસિએટ્સ દ્વારા ડાયમંડ સિટી સુરતમાં 15-16 જૂને તેની ફ્લેગશિપ ઇવેન્ટ 21BY72ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે.

આ ઈવેન્ટનો હેતુ સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ મેપ પર લાવવાનો છે. 200 થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો, 600+ રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સહિત 20,000 થી વધુ સહભાગીઓ સાથે તે દેશમાં તેના પ્રકારની સૌથી મોટી સ્ટાર્ટઅપ સમિટમાંની એક હશે. આ ઇવેન્ટ નેટવર્કિંગ, શીખવા અને સહયોગ માટે અસાધારણ પ્લેટફોર્મ પ્રદાન કરશે.

100 થી વધુ વેન્ચર કેપિટલ ફંડ્સ અને 500 એન્જલ રોકાણકારોની હાજરી સાથે આ સમિટ સ્ટાર્ટઅપ્સને તેમની ઓફરો દર્શાવવા અને દેશના ટોચના રોકાણકારો સમક્ષ તેમના વિચારો રજૂ કરવા માટે એક અજોડ તક પૂરી પાડે છે. આ ઇવેન્ટમાં પેનલ ચર્ચાઓ, કીનોટ એડ્રેસ અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ પણ યોજાશે, જે ઉદ્યોગ સાહસિકોને મૂલ્યવાન જ્ઞાન, અર્થપૂર્ણ જોડાણો અને વિકાસની તકો સાથે સશક્ત બનાવશે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રોકાણકાર પ્રતીક તોશનીવાલે જણાવ્યું હતું કે, “અગાઉ યોજાયેલી બીજી આવૃત્તિમાં 16,000 લોકોની ઉપસ્થિતિની સરખામણીમાં આ વર્ષે યોજાનારી 21BY72 ની ત્રીજી આવૃત્તિમાં 20,000 થી વધુ લોકોની ભાગીદારી જોવા મળશે અને તે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં વધુ મોટી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. અમે આ જાહેરાત કરતાં રોમાંચ અનુભવીએ છીએ કે, Dr. Vaidya’s & V3 વેન્ચર્સના સ્થાપક અર્જુન વૈદ્ય, Google India ખાતે વેન્ચર કેપિટલના વડા અપૂર્વ ચામરિયા, વાહ સ્કિન સાયન્સના સ્થાપક મનીષ ચૌધરી, તેમજ અન્ય અગ્રણીઓ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે, જેઓ ટેક્નોલોજી, બિઝનેસ અને ઉદ્યોગસાહસિકતાના નવીનતમ વલણો પર તેમની આંતરદૃષ્ટિ અને તેમની કુશળતા શેર કરશે.”

IVY ગ્રોથ એસોસિએટ્સના સહ-સ્થાપક રચિત પોદ્દારે જણાવ્યું હતું કે, “આ સમિટની મુખ્ય હાઇલાઇટ્સમાંની એક ટ્રેલબ્લેઝર્સ માઇન છે, જે સ્ટાર્ટઅપ્સ માટે લાઇવ પિચિંગ અને ફંડ એકત્ર કરવાની ઇવેન્ટ છે. જેમાં પસંદ કરેલા સ્ટાર્ટઅપ્સને પ્રતિષ્ઠિત રોકાણકારો, માર્ગદર્શકો અને ઉદ્યોગ અગ્રણીઓ સમક્ષ તેમના વિચારો રજૂ કરવાની તક મળશે. આ ઉપરાંત, લગભગ 100 જેટલા સ્ટાર્ટઅપ્સ તેમના નવીન ઉત્પાદનો અને સર્વિસનું પ્રદર્શન કરશે અને રોકાણકારો અને ભાગીદારોને તેમની ઓફર રજૂ કરશે.”

IVY ગ્રોથ એસોસિએટ્સ, ભારત, UAE, UK, USA ના રોકાણકારો સાથે સ્ટાર્ટઅપ્સને જોડીને સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મેપ પર મૂકવાના મિશન પર આગળ વધી રહી છે. 21BY72 સાથે તેણે ઉદ્યોગસાહસિકતા ઉપરાંત અર્થતંત્ર અને રોજગારને ગતિ આપવા અને સમગ્ર ભારતમાં એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ચલાવવા માટે એક પ્લેટફોર્મ બનાવ્યું છે.

ત્રણ વર્ષથી ઓછા સમયમાં, IVY ગ્રોથ એસોસિએટ્સ અને તેમના નેટવર્કે તમામ ક્ષેત્રોમાં 100 થી વધુ ગ્રોથ-સ્ટેજના સ્ટાર્ટઅપ્સમાં તેમના ફંડ અને સિન્ડિકેટ ફંડમાંથી જમા કરવામાં આવેલી મૂડીમાં રૂ. 20 કરોડનું રોકાણ કર્યું છે. આ રીતે તેમના નેટવર્કમાંથી કુલ 80 કરોડ કરતાં વધુનું રોકાણ કર્યું છે. તેણે રિન્યુએબલ એનર્જી, પ્રોટેક્ટિવ ફાર્મિંગ, એડટેક અને ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર બ્રાન્ડ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે અને ફિનટેક, એગ્રીટેક, ડી2સી, ક્લીનટેક, સાસ અને ઇવી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેના પોર્ટફોલિયોમાં કેટલાક સફળ સ્ટાર્ટઅપ્સમાં Emotorad, Rupeek, Zappfresh, Zypp Electric અને BluSmartનો સમાવેશ થાય છે.

IVY ગ્રોથે ‘Arigato Capital’ પણ લોન્ચ કર્યું છે, જે એક SEBI રજિસ્ટર્ડ કેટેગરી-1 AIF વેન્ચર કેપિટલ ફંડ 250 કરોડનું ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે, જે આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને ફંડ પૂરું પાડવા માટે સંસ્થાની ક્ષમતાને બળ આપે છે. તેની વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે, તે એક વૈશ્વિક કોરિડોરનું નિર્માણ કરી રહી છે જે મધ્ય પૂર્વ, યુએસએ અને યુરોપ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને એન્જલ રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સને જોડે છે.

IVY ગ્રોથ એસોસિએટ્સ સમગ્ર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સુરતમાં તેમની સાથે જોડાવા અને આ શહેરને ભારતનું આગામી સ્ટાર્ટઅપ હબ બનાવવા આમંત્રિત કરે છે.