સુરતમાં યોજાઈ ઇન્ફો મીટ

CITIIS દ્વારા દેશના 12 શહેરોમાં યોજાઈ રહેલી ફોટોગ્રાફી સ્પર્ધા માટે સુરતમાં યોજાઈ ઇન્ફો મીટ

સુરત: CITIIS દ્વારા દેશના ૧૨ શહેરોમાં યોજાઇ રહેલી ફોટોગ્રાફી સ્પર્ધા અંતર્ગત આજ રોજ સુરત ખાતે ફોટોગ્રાફર માટે સ્પર્ધાની ઈન્ફો મીટ યોજાઈ હતી. આ મીટમાં સુરતના ફોટોગ્રાફર મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સુરતની વિવિધ ઉપલબ્ધિઓને દુનિયા સમક્ષ નામના અપાવવાનો સૌએ પ્રતિસાદ રજૂ કર્યો હતો.

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ , ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સી, યુરોપિયન  યુનિયન, એમ્બેસેડ ડી ફ્રાન્સ એન ઈન્ડે, સ્માર્ટ સિટી મિશન તેમજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અંફેર્સ દ્વારા CITIIS (City Investments To Innovate, Integrate and Sustain) ના સહયોગથી ભારતના 12 શહેરોમાં ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શહેરોમાં દેહરાદુન, અમૃતસર, ભુવનેશ્વર, અગરતલા, હુબ્લી ધારવાડ, ઉજ્જૈન, કોચી, અમરાવતી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પોંડિચેરી, તેમજ સુરતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સ્પર્ધાના વિષયો જોઈએ તો સસ્ટનેબલ મોબિલિટી, પબ્લિક ઓપન સ્પેસ, ઇ ગવર્નન્સ એન્ડ આઈસીટી , સોશ્યલ એન્ડ ઓર્ગેનાઈઝેશન ઇનોવેશન ઈન લો ઈનકમ સેટલમેન્ટ  છે.

આ વિષયો અંતર્ગત સુરતમાં પબ્લિક ઓપન સ્પેસ વિષયને અનુલક્ષીને સુરતના વાઇલ્ડ વેલી બાયો ડાઇવર્સીટી પાર્કની પસંદગી કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ફોટોગ્રાફર કે અન્ય નાગરિકોએ આ પાર્કની ઈનોવેટિવ ફોટોગ્રાફી ઉપરાંત ઉપરોક્ત સૂચવેલ વિષયો પર સુરત શહેરની ફોટોગ્રાફી કરવાની રહેશે.

સ્પર્ધા અંતર્ગત પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે રૂ.૫૦,૦૦૦, રૂ.૨૫,૦૦૦ અને રૂ.૧૦,૦૦૦ નું રોકડ ઈનામ આપવામાં આવશે. એટલું જ નહીં વિજેતા તસવીરોનું દિલ્લી ખાતે એક વિશાળ પ્રદર્શન પણ યોજવામાં આવશે.

સુરત માટે આ એક અભૂતપૂર્વ અને રાષ્ટ્રીય સ્તરે નામના પ્રાપ્ત કરવાની તક છે. આ સ્પર્ધાના નિર્ણાયકોમાં પણ ખ્યાતનામ, અનુભવી અને પ્રતિષ્ઠિત લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રઘુ રાય, કેતકી શેઠ અને સૌનક બેનર્જી પોતાની સેવાઓ આપશે.

સુરત ખાતે આ સ્પર્ધાનું સંકલન સુરત સ્માર્ટ સિટી ની ટીમ  કરી રહી છે. આ સ્પર્ધા અંગે સ્પર્ધકોને વિસ્તૃત માહિતી આપવા માટે આજરોજ તારીખ ૮ ઓગસ્ટ, ૨૦૨૨ ના દિવસે અલથાણ-ભટાર કોમ્યુનિટી હોલ, સોહમ સર્કલ નજીક, અલથાણ ખાતે એક Info Meet નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગરપાલિકાના માન. ડેપ્યુટી મેયર – શ્રી દિનેશભાઇ જોધાણી, માન. અધ્યક્ષ, સ્થાયી સમિતિ- શ્રી પરેશભાઈ પટેલ, માન. નેતા, શાસક પક્ષ – શ્રી અમિતસિંગ રાજપૂત, માન. દંડક, શાસક પક્ષ – શ્રી વિનોદભાઈ પટેલ, માન. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર – શ્રી કમલેશભાઈ નાઈક, એડિશનલ સિટી ઈજનેર શ્રી ડી. એમ. જરીવાલા તેમજ કાર્યપાલક ઈજનેર શ્રીમતી કામિનીબેન દોશી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશે પટેલે પ્રેરક ઉદબોધનકર્યું હતું, ઉપસ્થિત સૌ ફોટોગ્રાફરો ને સંબોધતા જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકા જે કાર્યો પર આગળ વધી રહી છે તે થીમ આ સ્પર્ધા માટે રાખવામાં આવી છે ત્યારે સ્પર્ધકોને કોઈ મુશ્કેલી નહીં પડે તેની ખાત્રી સુરત મહાનગર પાલિકા દ્વારા હું આપુ છું. જે કોઈ ડેટા કે સામગ્રી કે અન્ય બાબતોની જરૂર હોય તો સ્પર્ધકો મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓનો સંપર્ક સાધી શકે છે.

ઉપરોક્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. અને ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાની વિસ્તૃત માહિતી માનનીય આકાંક્ષા સિંગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અંફેર્સ ના કૉમ્યૂનિકેશન સ્પેશ્યલિસ્ટ એ આપી હતી. સુરતના સ્પર્ધકોનો ઉત્સાહ વધારતું પ્રેરક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે આપ સૌએ સુરતની આવતીકાલને તમારા કેમેરામાં કંડારવાની છે. સુરત અનેક ક્ષેત્રે નામના ધરાવે છે, સુરતનું ભવિષ્ય ઉજ્જવળ છે અને આપ સૌએ કંડારેલી તસવીરો ભાવિ પેઢીને પણ સુરતની જાણકારી આપતી રહેશે. આ તકે શ્રી ઉમેશ સાંગાણી, બાયો ડાઇવર્સીટી પાર્ક પ્રોજેક્ટ ઇન્ચાર્જ  એ જણાવ્યું હતું કે સુરતની ઓળખ હીરાનું શહેર, ફલાયઓવરનું શહેર, ટેક્સટાઇલનું શહેર, સ્વચ્છ શહેર, સ્માર્ટ શહેર તરીકે તો છે જ. હવે નવી પેઢીના તસવીરકારો સુરતના વિવિધ પ્રોજેક્ટ ની Innovative Photography કરી સુરતને innovative શહેર તરીકે પણ નામના અપાવશે તેવી મને ખાત્રી છે. આ સ્પર્ધકો માત્ર સ્પર્ધામાં ભાગ નથી લઈ રહ્યા પરંતુ સુરતને આંતરાષ્ટ્રીય સ્તર પર project કરી રહ્યા છે અને પોતાના શહેર માટે આ એક મોટું યોગદાન કહી શકાય, માટે હું તમામ સ્પર્ધકોને વધુમાં વધુ પાર્ટીસિપેશન માટે આહવાન કરું છું

વધુમાં, આ સ્પર્ધાની વિશેષ માહિતી અને સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધકો માટે તલસ્પર્શી વિગતો https://niua.in/citiis/citiis-photos-competition  વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

આપ શ્રી ના સુવિખ્યાત અખબારમાં ઉપરોક્ત વિગતોને સ્થાન આપી આભારી કરશોજી.

આભાર સહ