IDT દ્વારા ફેશોનોવા -2023માં AI આધારિત ડિઝાઇન કરેલ ગારમેન્ટ્સ રજૂ કરાયા

સુરત. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી દ્વારા આજ રોજ સરસાણા ખાતે પ્લેટિનમ હોલમાં વાર્ષિક ફેશન શો ફેશેનોવા -2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. IDT ના ફાઉન્ડર અનુપમ ગોયલ અને અંકિતા ગોયલે જણાવ્યું હતું કે પ્રથમ જ વખત IDT ના વિદ્યાર્થીઓ દ્વારા આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ થકી ડિઝાઇન કરેલા ગારમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે આ ગારમેંટ્સ પહેરીને મોડેલ દ્વારા રેમ્પ વોક કરવામાં આવ્યું ત્યારે દર્શકોએ પ્રશંસા સાથે જ આ નવી પહેલને તાળીઓથી વધાવી લીધી હતી. આ પહેલા AI પર આધારિત કોન્કલેવેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય કાપડ મંત્રી દર્શના જરદોશ અને ભારત સરકારના ટેકસટાઇલ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી રાજીવ સક્સેના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.