સુરત: શહેરની જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યૂટ આઇડીટી – ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી દ્વારા આજરોજ ગુજરાત કિડ્સ ફેશન વીક -2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની વિશેષતા એ હતી કે ફેશન શો વેલકમ G 20 થીમ પર યોજાયો હતો. જેમાં બાળકોએ અલગ અલગ પ્રકારના 15 જેટલા કોમર્શિયલ સર્જનાત્મક થીમ પર તૈયાર કરેલા ગારમેન્ટ્સ પહેરી રેમ્પ વોક કર્યું હતું.
આઇડીટી દ્વારા દર વર્ષે કિડ્સ ફેશન વીકનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ આ આયોજન માટે સુરતની વિવિધ સ્કૂલો સહિત ગુજરાત અને ગુજરાત બહાર ઓડિશન યોજાયા હતા. 5000 કરતા વધુ બાળકોએ ઓડિશના માં ભાગ લીધો હતો. પ્રથમ રાઉન્ડમાં 500 બાળકોની પસંદગી કરવામાં આવી હતી અને ફાઇનલ માટે 150 બાળકો પસંદ થાય હતા. આજરોજ ડુમસ રોડ ખાતેના આગ્રા એક્સોટીકા ખાતે ગ્રાન્ડ ફિનાલે નું આયોજન કરવામાં આવ્યું હતું. G20 થીમ પર યોજાયેલા ફેશન શોમાં ફાઇનલ માં પ્રવેશેલા બાળકોએ ઇન્સ્ટિટ્યૂટ ના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ 15 કોમર્શિયલ સર્જનાત્મક થીમ પર તૈયાર કરાયેલા ગારમેન્ટ્સ પહેરી રેમ્પ વોક કર્યું હતું. ફાઇનલમાં જ્યુરી તરીકે ટાઈમ્સ એવોર્ડ મેળવનાર મિસ્ટર કેફેની માલિક અંકિતા વાલડ, ફેમિના મિસેસ સ્ટાઈલીસ્ટા ઇન્ડિયા 2022 ફરજાના ખરાદે, ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચેહરા રાજીવ રૂઈયા ઉપસ્થિત રહ્યા હતા. ફેશન શો નિહાળવા માટે મોટી સંખ્યામાં દર્શકો હજાર રહ્યા હતા.