સુરત: પ્રતિષ્ઠિત કન્સ્ટ્રક્શન કંપની હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ ઈન્ડિયા અને અગ્રણી સાઈબર પ્રોટેક્શન તેમજ ડિજિટલ ફોરેન્સિક્સ સેવાઓ પૂરી પાડતી કંપની હેરિટેજ સાઈબરવર્લ્ડે સુરતમાં જી-૨૦ ઈવેન્ટ ખાતે તેમની અનન્ય સેવાઓનું પ્રદર્શન કર્યું હતું.
ત્રણ દિવસ ચાલનારી જી-૨૦ ડિજિટલ ઈનોવેશન એલાયન્સ ઈવેન્ટના સહભાગીઓમાં અગ્રણી વેન્ચર કેપિટાલિસ્ટ્સ, જાણીતા એન્જલ ઈન્વેસ્ટરો, યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, નિતિ આયોગના વરીષ્ઠ અધિકારીઓ, સ્ટાર્ટઅપ ઈન્ડિયાના પ્રતિનિધિઓ અને અન્ય હિતધારકોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનું આયોજન મેઈટી હબ અને આઈવીસી એસોસિએશનના સહયોગમાં ધોલકીયા વેન્ચર્સ દ્વારા કરવામાં આવ્યું હતું.
હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ ઈન્ડિયા આ કાર્યક્રમના ઈકોસીસ્ટમ પાર્ટનર છે અને હેરિટેજ સાઈબરવર્લ્ડ આઉટરીચ પાર્ટનર છે. હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ એ ગ્રાઉન્ડ એન્જિનિયરિંગ ઉકેલો જેમ કે ડાયાફ્રેમ દિવાલો અને ઊંડા પાયાની પ્રણેતા છે. તે સમગ્ર દેશમાં મોટા પાયે રહેણાંક અને વાણિજ્યિક બાંધકામ, ડેમ પરિયોજના, મેટ્રો અને સબવે સિસ્ટમ્સ માટે નિર્ણાયક ભૂ-તકનીકી ઉકેલો પણ પૂરા પાડે છે. આ કંપની નવા સંસદ ભવન, અમદાવાદ, દિલ્હી, કાનપુર અને આગ્રાના મેટ્રો પ્રોજેક્ટ્સ, જમ્મુ રિવરફ્રન્ટ, દમણ સીફ્રન્ટ અને અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં સામેલ છે.
“અમે આ કાર્યક્રમમાં ભાગ લઈને આનંદની લાગણી અનુભવીએ છીએ, જે ગુજરાતમાં જી૨૦નો પ્રથમ મોટો રોડ શો છે. અમે જે કાર્ય કર્યું છે અને રાષ્ટ્ર નિર્માણમાં અમે જે યોગદાન આપ્યું છે તેને પ્રદર્શિત કરી રહ્યા છીએ. અમે ખૂબ જ જલ્દી જાહેર ક્ષેત્રમાં જવાનો લક્ષ્ય ધરાવીએ છીએ અને અમારી ક્ષમતાઓ દર્શાવવા માટે આ એક સારું પ્લેટફોર્મ છે,” તેમહેરિટેજ ઈન્ફ્રાસ્પેસ ઈન્ડિયાના સ્થાપક અને ડિરેક્ટર ગગન ગોસ્વામીએ જણાવ્યું હતું.
કંપનીઓને નવીન અને અસરકારક રીતે સાઈબર સુરક્ષા પ્રદાન કરતી કંપની હેરિટેજ સાઈબરવર્લ્ડ તેના સાઈબર સુરક્ષા ઉકેલો, ડ્રોન્સ, રોબોટ્સ, સ્માર્ટ સિટી સોલ્યુશન્સ અને અન્ય પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરી રહી છે.
“અમે આ ઈવેન્ટના અનુભવી સહભાગી તરીકે રોમાંચની લાગણી અનુભવીએ છીએ. અમે બેજોડ સોલ્યુશન્સ અને સેવાઓની શૃંખલાનું પ્રદર્શન કરી રહ્યાં છીએ. કારોબાર અને તેજ રીતે ગ્રાહકો માટે ડેટા લીક થવાના કારણે ગોપનિયતાની ઉભી થતી ચિંતા એક મોટો પડકાર છે. અમે અહિંયા ટોચના સ્ટાર્ટઅપ્સ અને રોકાણકાર સમૂદાયો સમક્ષ અમારા ડેટા લીકેજને અટકાવતા ઉકેલોનું પ્રદર્શન કરી રહ્યાં છીએ,”તેમ હેરિટેજ સાઈબરવર્લ્ડના સ્થાપક ધ્રુવ પંડિતે જણાવ્યું હતું. ગૃહ મંત્રી હર્ષ સંધવીએ પણ હેરિટેજ સાઈબરવર્લ્ડના પેવેલિયનની મુલાકાત લીધી હતી અને તેમને કંપનીની વિવિધ સાઈબર સલામતી સેવાઓ, ડ્રોન અને અન્ય સુવિધાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી.