ઝર્યાહ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું

3 જાન્યુઆરી, 2023: ઝર્યાહ ફાઉન્ડેશન, એક એવી એનજીઓ જે પોતાને જીવનના દરેક ક્ષેત્રના લોકોને તેમની જાતિ, સંપ્રદાય, ધર્મ અથવા કોઈપણ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના સેવા કરવા માટેનું એક માધ્યમ હોવાનું માને છે, તેણે ગુજરાતના વડોદરા નજીકના ઉમેટા ગામમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું.

ઝર્યાહ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી અલ્લારખા વોહરા, શ્રી ફારૂક વ્હોરા અને શ્રી સઈદ વોહરાના નેતૃત્વ હેઠળની એનજીઓએ નિકાહ અને લગ્ન સમારોહમાં 67 યુગલો (57 મુસ્લિમ અને 10 હિન્દુ)ને  પ્રતિજ્ઞાઓનું આદાન-પ્રદાન કરાવ્યું. દિગ્દર્શક બેલડી અબ્બાસ-મસ્તાન અને એવી પિક્ચર પ્રોડક્શન એલએલપી દ્વારા નિર્મિત ફિલ્મ 3 મંકીઝના કલાકારો અર્જુન રામપાલ અને વિશાલ જેઠવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે પ્રસન્નચિત્ત શ્રી અબ્બાસ બર્મવાલાએ જણાવ્યું, “વંચિત પૃષ્ઠભૂમિમાંથી આવતી આ દીકરીઓને નવી શરૂઆત કરવા માટે પાયાની સુવિધાઓ સાથે લગ્નનું સ્વપ્ન સાકાર કરવું અને યોગ્ય રીતે વિદાય આપવાથી મોટું કોઈ કાર્ય હોઇ ન શકે. અમે ઝર્યાહ ફાઉન્ડેશન અને એવી પિક્ચર પ્રોડક્શન એલએલપીને આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવીએ છીએ.”

ઝર્યાહ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી અલ્લારખા વોહરાએ આ પ્રસંગે જણાવ્યું, “ઝર્યાહ તેના નામ પ્રમાણે જ સારૂં કરવા અને સમાજને પરત આપવાનું માધ્યમ છે. અમને ખુશી છે કે અમે આટલી બધી દીકરીઓને મદદ કરી શક્યા અને તેમના યાદગાર લગ્ન કરાવી શક્યા. આ તમામનું આગળનું જીવન સુખમય રહે તેવી અમે આશા ધરાવીએ છીએ. અમે સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપીએ છીએ અને સંયુક્ત સમાજ તરફ એક પગલું ભરીએ છીએ.”

ઝર્યાહ ફાઉન્ડેશન શિક્ષણ, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસને લગતા ઉદ્દેશ્ય માટે પાયાના સ્તરે ઘણા વર્ષોથી કામ કરી રહ્યું છે અને દૂરસ્થ વિસ્તારોમાં શાળાઓ અને આરોગ્યસંભાળ સુવિધાઓની પ્રસ્થાપિત કરવામાં પોતાનો સહયોગ વિસ્તાર્યો છે. ફાઉન્ડેશને અનેક મંદિરો અને મસ્જિદો પણ બનાવી છે.