વેસ્ટર્ન અને એથેનિક થીમ પર 8મી એ સુરતમાં યોજાશે ફેશન શો

સુરત: મેરાઈ પ્રોડેકશન અને આર.કે.ઇવેન્ટ દ્વારા આગામી 8મી જાન્યુઆરીના રોજ લાઈમ લાઈટ ફેસ ઓફ ગુજરાત  ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. વેસુ સ્થિત વિજયા લક્ષ્મી હોલ ખાતે યોજાનાર આ ફેશન શો બે થીમ પર આધારિત અને 15 જેટલી સિકવન્સ સાથેનો હશે. આ સિકવન્સમાં કિડ્સ, ટીન એજ અને એડલ્ટ એમ ત્રણ કેટેગરી રાખવમાં આવી છે. જેમાં 19 કિડ્સ, 24 ટીન એજ અને એડલ્ટ માં 19 મળી  કુલ 62 સ્પર્ધકો સામેલ છે. આ ઇવેન્ટનું આયોજન મેરાઈ પ્રોડેકશનના હર્ષ મેરાઈ દ્વારા કરાયું છે તો સમગ્ર ઇવેન્ટ આર.કે. ઇવેન્ટ ના રચીતા પાઠક દ્વારા મેનેજ કરવામાં આવશે.

આ અંગે માહિતી આપતા મેરાઇ પ્રોડેકેશન ના હર્ષ મેરાઈ અને આર.કે. ઇવેન્ટના રચિતા પાઠકે જણાવ્યું હતું કે નવા વર્ષની શરૂઆતમાં જ સુરતમાં ભવ્ય  ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેશન શો વેસ્ટર્ન અને એથેનીક એમ બે થીમ પર યોજાશે અને 15 જેટલી સિકવન્સ હશે. શોનું આયોજન સાંજે 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જેમાં ડિઝાઇનર ગારમેન્ટ્સ પહેરીને રેમ્પ વોક કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવા આયોજન થકી આત્મવિશ્વાસ વધશે અને સાથે વ્યક્તિત્વ વિકાસ માટે પણ ફાયદો થાય છે. ખાસ કરીને સ્ટેજ ફિયર દૂર થઈ જાય છે. ફેશન શો ના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.

#realnewsgujarat