ગ્રિપોન ઇન્ફ્રાસ્ટ્રકચર્સ દ્વારા નેક્સ્ટ જનરેશન JSW સ્ટીલનું નવું સ્ટીલ પ્રોડક્ટ મેગશ્યોર લોન્ચ કરાયુ
સુરત ખાતે આયોજિત સેમિનારમાં 300 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા
સુરત. ગ્રિપોન ઇન્ફ્રાસ્ટ્રકચર્સ દ્વારા સુરત ખાતે આયોજિત સેમિનારમાં ફ્યુચર સ્ટીલ સ્ટ્રક્ચર્સ માટે JSW સ્ટીલ ઇનોવેશન્સનું નવું કોટેડ સ્ટીલ પ્રોડક્ટ મેગશ્યોર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેમિનારમાં આ નવા ઈનોવેશન અંગે વિસ્તૃત માહિતી આપવા સાથે વર્ષ 2014 થી સ્થપાયેલી ગ્રિપોન ઇન્ફ્રાસ્ટ્રકચર્સના ગ્રોથ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ અંગે ગ્રિપોન ઇન્ફ્રાસ્ટ્રકચર્સના અભિષેક કોઠારીએ જણાવ્યું હતું કે ગ્રિપોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની સ્થાપના 2014 માં અભિષેક કોઠારી, ઋષભ કાંકરિયા, સાગર ચોપરા, અભિનંદન કોઠારી અને રાજ ચોપરા દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવી હતી અને નવા ભાગીદાર મયંક જૈન સાથે સુરતમાં વિસ્તરણ કર્યું છે. અગ્રણી JSW OEM તરીકે, ગ્રિપોન ખાનગી, જાહેર અને સરકારી ક્ષેત્રોમાં વિવિધ ઇનડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સમાં સામેલ છે. તેઓ તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં JSW પ્રોડક્ટ્સનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરે છે અને જૂના ઔદ્યોગિક શેડ્સના રૂફિંગ અને રિપ્લેસમેન્ટમાં અગ્રણી છે.
ટેક્નોલોજી-સંચાલિત નવીનતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, ગ્રિપોને સ્ટીલ સ્ટ્રક્ચર્સમાં JSW ની નેક્સ્ટ જનરેશન મેગશ્યોર રજૂ કરી છે. એક નજરમાં, કોલ્ડ-રોલ્ડ સ્ટીલ પર ઝીંક, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમનું કોટિંગ છે. JSW એ મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ તરીકે મેગશ્યોર પ્રકારની કોટિંગ મટિરિયલની પ્રથમ ભારતીય ઉત્પાદક છે, જે અગાઉ માત્ર આયાત તરીકે ઉપલબ્ધ હતી. આ ઉત્પાદન તમામ પરિસ્થિતિઓમાં પ્રમાણભૂત કોટેડ સ્ટીલને નોંધપાત્ર રીતે આગળ કરે છે. સેમિનારમાં JSW કોટેડ ડિવિઝન સેલ્સના વાઇસ પ્રેસિડેન્ટ અને માર્કેટિંગ શ્રી સંદિપ ખન્ના દ્વારા આ નવા ઇનોવેશનને ઈનટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના અમદાવાદ, વડોદરા, વાપી, વલસાડ, ભરૂચ, કચ્છ, રાજકોટ જેવા વિવિધ શહેરોમાંથી સ્ટ્રક્ટચરલ કન્સલટન્ટ, આર્કિટેક્ટ, ઉધ્યોગપતીયો અને એન્જિનિયરો સહિત 300 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં JSW સ્ટીલનું નવું ઈનોવેશન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ગ્રિપોન ઇન્ફ્રાસ્ટ્રકચર્સની સ્થાપના થી લઈને અત્યાર સુધીના ગ્રોથ અને કંપની ક્યાં કયા પ્રોજેક્ટમાં કામ કરી ચૂકી છે અને કરી રહી છે તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી.