તારીખ 15 માર્ચ 2026 રવિવારના રોજ વીર શહીદ મંગલ પાંડે હોલમાં ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત હોલી મિલન સમારોહ ભવ્ય કાર્યક્રમથી ઉજવવામાં આવ્યું , જેમાં સંન્યાસ આશ્રમના મહામંડલેશ્વર શ્રી ના આશીર્વાદ , અધ્યક્ષ શ્રી ઉદ્ધવ પાંડેના જય ઘોષ , મહિલા અધ્યક્ષ નિતુ શુક્લા, ઉપાધ્યક્ષ હરીશ તિવારી , વિનીત મિશ્રા અને સલાહકાર યોગેશ મિશ્રા અને તમામ પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ખૂબ સંમિત પ્રયત્નોથી સુંદર કાર્યક્રમ નું આયોજન થયું જેમાં આણંદ થી આવેલ બ્રાહ્મણ સમાજ દ્વારા હોલી ગીત ની સુંદર પ્રસ્તુતિ થઈ શ્રી કેસી મિશ્રા અધ્યક્ષ શ્રી જે જે શુક્લ મોક્ષ અતિથિ દ્વારા સમાજને એક થવાનું ઉદબોધન કરવામાં આવ્યું સમાજના નબળા વર્ગની મદદરૂપ થવા માટે બધા મળીને સતત પ્રયત્ન કરતા રહેવું

એવું નક્કી કરવામાં આવ્યું ભણતર ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે જેથી લોકો પોતાનો શ્રેષ્ટા પુરવાર કરી શકે વર્તમાન સમયમાં એક થવું એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે જે રીતે લોકોના મત અનુસાર બ્રાહ્મણો એક નથી થઈ શકતા એને ખોટું પુરવાર કરવા માટે બધા બ્રાહ્મણો એક થાય એવું પ્રયત્ન કરવાનો સમાજના તમામ લોકોએ સંકલ્પ લીધો છે બ્રાહ્મણ સદાય જન હિતેશી કાર્યોમાં સતત પ્રયત્નોશીલ રહે છે અને પ્રાચીન રહે એવો પ્રયાસ કરતા રહેવાનું કહેવામાં આવ્યું છે ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજ દ્વારા સમય સમયે પર વિવિધ કાર્યક્રમો સમાજ માટે કરવામાં આવે છે હાલમાં જ યોગ્ય પવિત્ર સંસ્કાર કરવામાં આવ્યું અને નવેમ્બર મહિના 2026 માં સમૂહ લગ્ન મહોત્સવ ધામધૂમથી કરવાનો આયોજન માટે બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે