જેનબકર્ટે ગુજરાતમાં ભારતની પ્રથમ વ્યાપક 10 પ્રકારની કેન્સર સ્ક્રીનીંગ વાનની શરૂઆત કરી
ભારતની પ્રથમ 10 પ્રકારની કેન્સરનું સ્ક્રીનીંગ વાન ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વ-સ્તરીય નિદાન સેવાઓ પહોંચાડે છે
ગાંધીનગર, ભારત – 8 જાન્યુઆરી, 2026: ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટિત એક મહત્વપૂર્ણ પહેલ રૂપે, જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે પરિકલ્પિત અને દાનમાં આપેલી ‘જેનબર્ક્ટ આશા વાન’ (વ્હીલ્સ પર આશાનું પ્રતીક) ભારતની સૌ પ્રથમ અદ્યતન મોબાઇલ કૅન્સર સ્ક્રીનિંગ વાન તરીકે શરૂ કરવામાં આવી છે. આ વાન 10 વિવિધ પ્રકારના કૅન્સરનું સ્ક્રીનિંગ કરવાની ક્ષમતા ધરાવે છે અને તેનું સંચાલન તથા જાળવણી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા દ્વારા કરવામાં આવે છે.
આ મહત્વાકાંક્ષી પહેલ 2040 સુધી ભારતના અનુમાનિત 20.8 લાખ કૅન્સર કેસોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવી છે અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 3.8 અંતર્ગત સર્વજન આરોગ્ય કવચ તરફ એક સશક્ત પગલું છે.
જેનબર્ક્ટ આશા વાન આરોગ્ય ક્ષેત્રની અસમાનતાને દૂર કરે છે કારણકે તે અદ્યતન નિદાન ક્ષમતાઓ અને ત્વરિત તથા ચોક્કસ પરિણામો ગ્રામ્ય સમુદાયો સુધી પહોંચાડે છે, જે અગાઉ માત્ર ભારતની અગ્રણી શહેરી હોસ્પિટલો સુધી મર્યાદિત હતા. આ વાન 10 મહત્વપૂર્ણ કૅન્સર પ્રકારો માટે સ્ક્રીનિંગ કરે છે: સ્તન, ગર્ભાશય ગ્રીવા, મૌખિક, રક્ત, પ્રોસ્ટેટ, વીર્યગ્રંથિ, પૈન્ક્રિયાઝ, લીવર, આંતરડા અને ફેફસાના કૅન્સર.
આ વાનમાં વિશ્વસ્તરીય EVA-pro નિદાન સાધનો, સંપૂર્ણ મેમોગ્રાફી યુનિટ સાથે CR સિસ્ટમ, થર્મોગ્રિડ ટેકનોલોજી અને વ્યાપક IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર સજ્જ છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર અને જીવન બચાવતું નિદાન શક્ય બનાવે છે.
વાનનું આંતરિક ડિઝાઇન ખાસ કરીને ચિંતા કરતાં આશા પ્રેરતું રાખવામાં આવ્યું છે. ક્લિનિકલ અને નિરસ વાતાવરણને બદલે, સ્નેહભર્યા, માનવિય અને ગૌરવપૂર્ણ પરિસર દ્વારા દર્દીઓને આરામદાયક સ્ક્રીનિંગનો અનુભવ મળે તે માટે રચના કરવામાં આવી છે.
આ વાન સંપૂર્ણ કૅન્સર કાળજી સંકલન પ્રદાન કરે છે જેમાં સ્થળ ઉપર જ સ્ક્રીનિંગ, અસામાન્ય પરિણામો માટે તાત્કાલિક સલાહ, અમદાવાદ, વડોદરા અને સુરતના ઓન્કોલોજિસ્ટ્સ સાથે 24 કલાક વિશેષ પરામર્શ, રેફરલ સપોર્ટ અને સતત ટેલિ-કાઉન્સેલિંગ સેવાઓનો સમાવેશ થાય છે. આ એકીકૃત અભિગમ સ્ક્રીનિંગને એકમાત્ર ઘટનામાંથી સંકલિત વેલનેસ યાત્રાના પ્રથમ પગથિયે રૂપાંતરિત કરે છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, મુખ્યમંત્રી રાહત ફંડ દ્વારા 2021 થી 2025 દરમિયાન 2,106 થી વધુ કૅન્સર દર્દીઓને રૂ. 31.55 કરોડથી વધુની સારવાર સહાય પૂરી પાડવામાં આવી છે, જે ગુજરાતને કૅન્સર કાળજીની સુલભતામાં અગ્રણી રાજ્ય તરીકે સ્થાપિત કરે છે.
ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ‘જેનબર્ક્ટ આશા વાન’ દાનમાં આપવા બદલ જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની ટીમનો આભાર માનતા હજુ આવી વધુ વાન આપવા માટે અપીલ કરી હતી. જેનાથી વધુ ને વધુ લોકો આ સુવિધાનો લાભ મેળવી શકે. સમગ્ર સોરાષ્ટ્રમાં મોંઢાના કેન્સર વધુ પ્રમાણમાં મળી આવે છે, આ વાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જઈ સ્ક્રીનિંગ કરશે, જેનાથી સમગ્ર ગુજરાતની જનતાને આનો લાભ મળશે અને શરૂઆતના તબક્કામાં કેન્સરની ઓળખ થઈ જતાં સમયસર સારવાર મળી જતાં લોકોની જીદગી બચાવવામાં મદદ મળી રહેશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત હંમેશાં નવીન આરોગ્યસેવા ઉકેલો અમલમાં મૂકવામાં આગેવાન રહ્યું છે અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરના સહયોગથી શરૂ થયેલ જેનબર્ક્ટ આશા વાન દરેક નાગરિક સુધી ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. વહેલી તબક્કે શોધ જીવન બચાવે છે અને આ પહેલ દ્વારા ગ્રામ્ય સમાજ સુધી વિશ્વસ્તરીય નિદાન સેવાઓ પહોંચશે.
જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશિષ યુ. ભૂતાએ જણાવ્યું કે કૅન્સર પિનકોડ નથી જોતી પરંતુ જીવન બચાવતી સ્ક્રીનિંગ સુવિધાઓ ઘણી વખત ઉપલબ્ધિ પર આધાર રાખે છે. એક ગ્રામ્ય ખેડૂતને પણ મુંબઇની અગ્રણી હોસ્પિટલોમાં મળતી અદ્યતન નિદાન સુવિધાનો સમાન અધિકાર હોવો જોઈએ. દર્દી પ્રથમ સિદ્ધાંત હેઠળ, જેનબર્ક્ટ ગુણવત્તામાં ક્યારેય સમર્પણ કરતું નથી, ખાસ કરીને ત્યારે જ્યારે જીવન બચાવવાનો પ્રશ્ન હોય. સમયસર સ્ક્રીનિંગ પરિવારને આર્થિક સંકટમાં ધકેલાતાં અટકાવે છે અને જીવનને નવી દિશા આપે છે.
રાષ્ટ્રીય સ્તરે જ્યાં 40 ટકાથી વધુ કૅન્સર કેસો મોડા તબક્કે ઓળખાય છે, ત્યાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સમાન પડકારો જોવા મળે છે કારણ કે અદ્યતન નિદાન સુવિધાઓ મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત છે. ભારતમાં કૅન્સર સારવાર માટેની આર્થિક ઝંઝટ ચેપજન્ય રોગોની સરખામણીએ 6 ગણું વધુ છે. મોડા તબક્કાની સ્તન કૅન્સરમાં પાંચ વર્ષનું સર્વાઇવલ માત્ર 15 ટકા રહે છે, જ્યારે વહેલી ઓળખમાં તે 90 ટકાથી વધુ છે. ગર્ભાશય ગ્રીવા કૅન્સરમાં સ્ટેજ 1 માં સર્વાઇવલ 78 ટકા છે જ્યારે સ્ટેજ 4 માં તે માત્ર 9 ટકા રહે છે.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરના ચેરમેન ડૉ. મિલન દવે જણાવ્યું કે આ વાન ગ્રામ્ય ભારતમાં કૅન્સર કાળજી માટેનો અભિગમ બદલતી એક ક્રાંતિકારી પહેલ છે. સંશોધન દર્શાવે છે કે મોબાઇલ સ્ક્રીનિંગ કાર્યક્રમો દર 1,000 લોકો પાછળ 7 થી 12 જીવન વર્ષ બચાવી શકે છે, જે દર વર્ષે અનેક પરિવારો માટે આશા બની શકે છે.
જેનબર્ક્ટનું મુખ્ય મથક મુંબઇમાં આવેલું છે અને છેલ્લા 40 વર્ષથી સિહોર, ગુજરાતમાં અદ્યતન ઉત્પાદન પ્લાન્ટ અને સંશોધન તથા વિકાસ કેન્દ્ર કાર્યરત છે. કંપની ગુણવત્તા, નવીનતા અને નૈતિક માર્કેટિંગ પર સતત ભાર મૂકે છે. 2019માં શરૂ કરાયેલ ‘શ્રી ઉત્તમ એન. ભૂતા રેડ ક્રોસ બ્લડ સેન્ટર’ અને 2024ની મોબાઇલ હેલ્થ વાન પહેલ દ્વારા જેનબર્ક્ટે આરોગ્યસેવાની સુલભતા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ભાવનગર જિલ્લામાં સેવાઓ મફત અથવા નામમાત્ર દરે ઉપલબ્ધ છે. જન્મદિવસ, લગ્નવાર્ષિકી અને પુણ્યતિથિ જેવા પ્રસંગોએ મફત કૅન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરી શકાય છે. કંપનીઓ, સંસ્થાઓ અને સમુદાય જૂથો ‘તિથિ દાન’ કાર્યક્રમ દ્વારા આવા કેમ્પો આયોજિત કરી શકે છે.
ભાવનગર જિલ્લામાં કૅન્સર સ્ક્રીનિંગ કેમ્પ આયોજિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરનો સંપર્ક કરો:
+91 95379 54848 | +91 94294 06202
વધુ માહિતી માટે મુલાકાત લો: www.jenburkt.com
જેન/પીઆર/26/004