જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલે પેરેન્ટ્સ ક્રિકેટ લીગનું સફળ આયોજન કર્યું

સુરત: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ) દ્વારા શાળાના મેદાનમાં 28 જાન્યુઆરીના રોજ પેરેન્ટ્સ ક્રિકેટ લીગનું સફળ આયોજન કરાયું હતું.
એક ટીમમાં આઠ પુરુષ અને મહિલાઓ સાથે કુલ 16 ટીમની રચના કરાઇ હતી તથા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ પુરુષ કેટેગરીમાં મેહુલ પટેલ તથા મહિલા કેટેગરીમાં કલ્પના ધારીવાલને એનાયત કરાયો હતો.
બેસ્ટ બેટ્સમેન એવોર્ડ રોનક પાસવાલા (પુરુષ કેટેગરી) અને ધારા પટેલ (મહિલા કેટેગરી)માં તેમજ બેસ્ટ બોલર એવોર્ડ મેહુલ પટેલ (પુરુષ કેટેગરી) અને જોલી (મહિલા કેટેગરી)ને એનાયત કરાયો હતો.
પુરુષ કેટેગરીમાં ફાઇનલ મેચ જી. ડી. સ્ટ્રાઇકલ વિ. સુપર 10 તથા મહિલા કેટેગરીમાં અનસ્ટોપેબલ દિવા વિ. ગોએન્કન વન્ડર વુમન વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. આ ફાઇનલ મેચમાં પુરુષ કેટેગરીમાં જી. ડી. સ્ટ્રાઇકર તથા મહિલા કેટેગરીમાં ગોએન્કન વન્ડર વુમન વિજેતા બન્યાં હતાં.


આ કાર્યક્રમ એવોર્ડ સમારોહ સાથે પૂર્ણ થયો હતો, જેમાં ડાયરેક્ટર પ્રિન્સિપાલ જયશ્રી ચોરારિયા, ટોપ મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા
આ રસપ્રદ કાર્યક્રમમાં માતા-પિતાએ ખૂબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના કર્મચારીઓના માતા-પિતાએ પણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.