સુરાતમાં પહેલીવાર પોર્ટુગલ કોચીસ ના સહયોગથી બરોડા ફૂટબોલ એકેડેમી દ્વારા ધ બેનફિકા એક્સપિરિયન્સ’ કપનું આયોજન કરવામા આવ્યુ
પી.પી.સવાણી કેમ્બ્રિજ ઈન્ટરનેશનલ સ્કૂલ અને જયદીપ શારદા ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ, મંગલ તારા કેમ્પસનો સહયોગ મળ્યો હતો.
બેનફિકાના ટોમસ દુઆર્ટે અને આન્દ્રે ફરેરા જેવા અનુભવી માર્ગદર્શકો દ્વારા ખેલાડીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.બંને ફૂટબોલ કોચ UEFA B લાઇસન્સ ધરાવે છે,
મહત્વાકાંક્ષી ખેલાડીઓને વિદેશમાં વિશેષ તાલીમ મેળવવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. આજ કારણોસર બરોડા ફૂટબોલ એકેડેમી દ્વારા ખેલાડીઓને ઘરઆંગણે આનો લાભ મળી રહે એ હેતુસર આ કપનું આયોજન કરવામા આવ્યુ હતુ.
સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશન, ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન, GSFA પ્રમુખ શ્રી પરિમલ નથવાણી, અને GSFA સેક્રેટરી શ્રી. મુલરાજસિંહ ચુડાસમા, ‘ધ બેનફિકા એક્સપિરિયન્સ’ એ આપણા યુવાનો માટે તકો ઉભી કરવામાં તેમનો ખૂબ જ મોટો સિંહફાળો રહયો છે.
BFA ને ચેરિટી કમિશન વડોદરા દ્વારા માન્યતા આપવામાં આવી છે. ફૂટબોલ પ્રતિભાઓને ઉછેરવાના મિશન સાથે સ્થપાયેલી, બરોડા ફૂટબોલ એકેડમી (BFA)ને 3-સ્ટાર રેટિંગ સાથે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા 10મી એલિટ એકેડમી તરીકે માન્યતા આપવામાં આવી છે. BFA ગુજરાતમાં યુવા રમતવીરોને વિશ્વ કક્ષાની તાલીમ અને તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે, દરેક સ્વપ્ન તેની પહોંચમાં છે તેની ખાતરી કરે છે. BFA પણ સુરતમાં પાંખો ફેલાવી રહ્યું છે .એક વેસુમાં જયદીપ શારદા ગ્રૂપ ઑફ ઇન્સ્ટિટ્યુશન્સ ખાતે અને બીજું અડાજણની એલએચ બોઘરા સ્કૂલમાં, સુરતના USI FC સાથે ભાગીદારીથી 9મી મે, 2024થી શરૂ કરી રહ્યા છે.