ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’ નું ફર્સ્ટ લૂક પોસ્ટર

ગુજરાત, નવેમ્બર ૨୦૨૨: ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’ નું ફર્સ્ટ લૂક પૉસ્ટર અત્યંત રસપ્રદ છે. આ પોસ્ટરમાં ફિલ્મની ઝલક છે. હાસ્યરસથી તરબોળ આ ફિલ્મમાં ડ્રામા, સસ્પેન્સ અને લાગણીઓનો સમન્વય હોય એવું લાગે છે. દર્શકોનું મનોરંજન કરવાની સાથે-સાથે એક મહત્વપૂર્ણ સંદેશ પણ વણી લેવામાં આવ્યો છે. લૉન, ક્રેડિટ કાર્ડ અને ઇન્સ્ટોલમેન્ટનાં વમળમાં અટવાયેલાં લોકોની દશા ફિલ્મમાં દર્શાવામાં આવી છે. 

મલ્ટી-સ્ટાર કાસ્ટથી સજ્જ ભગવાન બચાવે ફિલ્મમાં ભૌમિક સંપત, જીનલ બેલાણી, મુનિ ઝા, ભાવિની જાની, પ્રેમ ગઢવી, રોનક કામદાર, હેમાંગ દવે, મેહુલ બુચ, અનુરાગ પ્રપન્ના, ઓજસ રાવલ, મોરલી પટેલ, ચાર્મી પંચાલ, વૈશાખ રતનબેન અને વિશાલ ઠકકર જેવા કલાકારો એ અભિનય આપ્યો છે. આ ફિલ્મ 2 ડિસેમ્બર 2022 નાં રોજ મોટા પડદાં પર આવશે.

વાલ્મિકી પિકચર્સ દ્વારા નિર્મિત, યુએફઓ મૂવીઝ દ્વારા વિતરીત, મુંબઈ મૂવીઝ સ્ટુડીઓ દ્વારા પ્રસ્તુત નવી કૉમેડી ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’ દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. આ ફિલ્મનાં નિર્માતા અને દિગ્દર્શક જીનલ બેલાણી અને ભૌમિક સંપત અને નિત્તિન કેણી પ્રસ્તુતકર્તા છે. ફિલ્મનાં સહનિર્માતા હિરલ કાવા અને પારસ કાવા છે. સિનેમેટોગ્રાફી તપન વ્યાસ, સંપાદન રાકેશ સોની, સંગીત ભાવેશ શાહ અને ફિલ્મનું લેખન જીનલ બેલાણી દ્વારા કરવામાં આવ્યું છે.