ધોરણ 10 સીબીએસઇ બોર્ડ પરિક્ષામાં ડીપીએસ સુરતનું 100 ટકા પરિણામ

સુરત: આજે જાહેર થયેલાં ધોરણ 10 સીબીએસઇ બોર્ડ પરિક્ષાના પરિણામોમાં દિલ્હી પબ્લિક સ્કૂલ, સુરતના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાને ગર્વ અપાવ્યો છે. શાળાના કુલ 317 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને દરેક વિદ્યાર્થી પાસ થતાં શાળાએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે. મહત્વપૂર્ણ છે કે 84.9 ટકા વિદ્યાર્થીઓએ ડિસ્ટિંક્શન પ્રાપ્ત કર્યાં છે અને શાળાની સરેરાશ ટકાવારી 85.4 ટકા નોંધાઇ છે. શાળામાં અભ્યાસ કરતાં શિખર સંદીપ કંસલ, શ્રેય સિદ્ધાર્થ વોરા અને તહિતી રણજિત રોય 98.8 ટકા સાથે શાળાના ટોપર્સ બન્યાં છે.