જીએમ ડાયમંડ ગ્રુપ દ્વારા રિયલ એસ્ટેટ બ્રોકર્સ માટે આયોજિત ‘ડાયમંડ કપ’ ટુર્નામેન્ટનું સમાપન

ફાઇનલમાં જાંબાઝ ડાયમંડસ્ ને હરાવી બ્રિટિશ લાયન્સ બની ચેમ્પિયન
આ પ્રકારની નવી પહેલથી રીઅલ એસ્ટેટ ક્ષેત્રે જોડાયેલા લોકોને રોજિંદગી અને સતત કામથી મોકળાશ લઈને પોતાની મનપસંદ ગેમ પોતાના બિઝનેસ ક્ષેત્રના લોકો સાથે રમવાનો અનેરો આનંદ આપી રહ્યો છે
સુરત: દેશ અને દુનિયામાં હાલ ક્રિકેટનો જાદુ છવાયેલો છે અને માહોલ પણ ક્રિકેટ પ્રેમીઓના ઉત્સાહથી મહેકી રહ્યો છે ત્યારે આ ઉત્સાહ બમણો થાય તેવું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું છે. સુરતના અગ્રણી રિયલ એસ્ટેટ ગ્રૂપ એવા જીએમ ડાયમંડ ગ્રૂપ દ્વારા સુરતના રિયલ એસ્ટેટ બ્રોકર્સ માટે ‘ડાયમંડ કપ’ નામની અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેરના પ્રખ્યાત લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે તારીખ 12થી લઈને 14 મે સુધી આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ફાઇનલમાં જાંબાઝ ડાયમંડસ્ ને હરાવી બ્રિટિશ લાયન્સની ટીમ ચેમ્પિયન બની હતી.

આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટ રોજ સાંજે સાડા 5 કલાકે શરૂ થતી અને ક્રિકેટના શોખીનો તેમજ ખાસ કરીને રિયલ એસ્ટેટ બ્રોકર્સ માટે એક રોમાંચક ટુર્નામેન્ટ બની રહી હતી. આ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો , જેમાં શહેરના મોટા ભાગના બ્રોકર્સ સામેલ હતા. આ અંતર્ગત ટિમના નામો પણ ખુબ રસપ્રદ રાખવામા આવ્યા હતા, જેમાં જીએમ ટાઈગર્સ, જાંબાઝ ડાયમંડ્સ, કેરેલા ગ્રીન્સ, બ્રિટિશ લાયન્સ, કચ્છ બંજારાઝ, ગોવા સ્ટ્રાઈકર્સ, રોયલ મારવાડસ, ગ્રીક સ્કવોડ સામેલ હતા. મેચો લીગ-કમ-નોકઆઉટ ફોર્મેટમાં રમાઈ હતી. ફાઇનલમાં જાંબાઝ ડાયમંડસ્ અને બ્રિટિશ લાયન્સ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જેમાં 51 રનથી જાંબાઝ ડાયમંડસ્ ને હરાવી બ્રિટિશ લાયન્સની ટીમ વિજેતા બની હતી.

ડાયમંડ કપનો ઉદ્દેશ્ય રિયલ એસ્ટેટ બ્રોકર્સને તેમના ક્રિકેટના જુસ્સા અને તેમના સાથીદારો સાથે નેટવર્ક બનાવવા અને એકતા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે નો હતો. શહેરમાં પોતાની પ્રતિષ્ઠા અને ડાયમંડ વિલેજ, ડાયમંડ કેરેટ, ડાયમંડ ક્લાસિક, ડાયમંડ ઈકો, ડાયમંડ પાર્ક, ડાયમંડ મિનિ જેવા ખ્યાતનામ રીઅલ એસ્ટેટ પ્રોજેકટસથી જાણીતા બનેલા જીએમ ડાયમંડ ગ્રૂપની આયોજક ટિમના જણાવ્યું અનુસાર, “સુરતના રિયલ એસ્ટેટ બ્રોકર્સ માટે ડાયમંડ કપની શરૂઆત કરવામાં અમને આનંદ થાય છે. સુરતઆ વિકાસમાં રિયલ એસ્ટેટ સેક્ટરનું મહત્વનું યોગદાન છે. અને એ માટે અમે રિયલ એસ્ટેટ બ્રોકર્સ માટે કામની બહાર એકબીજા સાથે જોડાઈએ અને તેમની અન્ય સ્કીલ્સ ખાસ કરીને ક્રિકેટ માટેનો પ્રેમ વ્યક્ત કરવા માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડવા માગીતા હતા. અમને વિશ્વાસ છે કે ડાયમંડ કપમા તમામને ખુબ જ મજા આવી હશે.
ડાયમંડ કપ ટુર્નામેન્ટની ૧૨ મે ના રોજ ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે શરૂવાત થઇ હતી. રિયલ એસ્ટેટ બ્રોકર્સ માટે પણ આ ટુર્નામેન્ટ એક શ્રેષ્ઠ નેટવર્કિંગ તક હોવાથી આ પ્રકારનું આયોજન સુરતમાં નવા ઉદાહરણ સ્થાપિત કરશે એવું ચોક્કસથી કહી શકાય છે. એકબીજા સાથે હળી-મળી અને કાયમી સંબંધો બનાવવાના આ અવસર પર એવી આશા છે કે ડાયમંડ કપ વાર્ષિક ટુર્નામેન્ટ બની જશે અને આવનારા વર્ષો સુધી સુરતમાં રિયલ એસ્ટેટ સેકટરના લોકોને એકબીજાથી નજીક લાવવાનું કર્યા શરૂ રાખશે.