અમદાવાદ, સપ્ટેમ્બર 2023: ક્લિયર પ્રીમિયમ વોટરે ભારતમાં તેની નેચરલ મિનરલ વોટર બ્રાન્ડ ‘NubyClear’ લોન્ચ કરવા અંગે એક મહત્વની જાહેરાત કરી છે.
એનયુ ક્લિયર પ્રીમિયમ વોટર દ્વારા પ્રીમિયમ ઓફર તરીકે બજારમાં સ્થાન ધરાવે છે. તે નેચરલ મિનરલ વોટરની રેન્જ છે, જે પાણીના મૂળ સ્ત્રોત પર બોટલમાં પેક થાય છે. તે કેલ્શિયમ, બાયકાર્બોનેટ, મેગ્નેશિયમ, ફ્લોરાઇડ્સ, સોડિયમ, ક્લોરાઇડ્સ, પોટેશિયમ, નાઈટ્રેટ્સ અને 7.70 ±ની ક્ષારતા જેવા કુદરતી ખનિજ ઘટકોની ધરાવે છે.
આ બ્રાંડને જે ખરેખર અલગ પાડે છે તે હિમાલયના સારને સમાવિષ્ટ કરવાનો તેનો અસાધારણ અભિગમ જે તેના તત્વોને ‘વિશ્વની ટોચ’થી તમારી સ્વાદગ્રંથિઓ સુધી પહોંચાડે છે. ભારતીય બજાર માટે આ ખરેખર એક વિશિષ્ટ કન્સેપ્ટ છે જે સમગ્ર રેન્જમાં ચાર મનમોહક ડિઝાઇન ધરાવે છે જે તમને સીધા જ પર્વતો સુધી લઈ જાય તે પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છે.
એનયુ સમગ્ર દિલ્હી/એનસીઆર, મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં અગ્રણી ડાઇનિંગ સ્થળો, વૈભવી હોટેલ્સ, ટ્રેન્ડી કાફે, પ્રખ્યાત રેસ્ટોરાં, એક્સક્લુઝિવ ક્લબ, એરપોર્ટ અને અન્ય અનેક સ્થળે સમજદાર ગ્રાહકોને આનંદ આપવા માટે તૈયાર છે. તે ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં પ્રોડક્ટનું વિસ્તરણ કરશે. આ પ્રીમિયમ અનુભવ ભારતમાં અન્ય બોટલ્ડ મિનરલ વોટર વિકલ્પોની સરખામણીમાં ઊંચી કિંમત ધરાવે છે.
ક્લિયર પ્રીમિયમ વોટરનો એનયુ બ્રાન્ડ શરૂ કરવા પાછળનો વ્યૂહાત્મક ઉદ્દેશ્ય એલિટ સેગમેન્ટમાં મોટી માત્રામાં પ્રેક્ષકોને વૈવિધ્યસભર પ્રોડક્ટ રેન્જ પૂરી કરવાનો છે.
ક્લિયર પ્રીમિયમ વોટર પાછળના પ્રેરક બળ તથા સ્થાપક અને સીઈઓ નયન શાહે જણાવ્યું હતું કે, “કોવિડ પછીના સમયના પગલે તે સ્પષ્ટ થઈ ગયું છે કે લોકો વધુને વધુ તંદુરસ્ત જીવનશૈલી પસંદગીઓ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. તેની સાથે જ આ ચોક્કસ ક્ષેત્રમાં ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વધતા જતા ટ્રેન્ડને જાણીને, અમે ઉચ્ચ ગ્રાહક વર્ગની વિવેકપૂર્ણ રૂચિને અનુરૂપ એક અનોખી પ્રોડક્ટ લાઈન તરીકે એનયુને લોન્ચ કરવાની તક ઝડપી લીધી હતી.”
વર્ષ 2010માં તેની સ્થાપના થઈ ત્યારથી, ક્લિયર સમગ્ર ભારતમાં ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાનું પીવાનું પાણી પૂરું પાડવામાં મોખરે છે. સૌથી કડક વૈશ્વિક સલામતી, સ્વચ્છતા અને ગુણવત્તાના માપદંડોનું પાલન કરીને આ બ્રાન્ડે પોતાના માટે એક ઊંચી પ્રતિષ્ઠા બનાવી છે. ક્લિયર વોટરનું પ્રત્યેક ટીપું 11-તબક્કાની શુદ્ધિકરણ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને તેના પર 121 ક્વોલિટી ચેક હાથ ધરાય છે, જે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકોને માત્ર શ્રેષ્ઠ પ્રોડક્ટ મળે છે.
ક્લિયરનું ગુણવત્તા પ્રત્યેનું અતૂટ સમર્પણ તેના પ્રભાવશાળી સર્ટિફિકેશન્સથી વ્યક્ત થાય છે, જેમાં ISO 22000:2005, ISO 9001:2015, HACCP, FSSAI, CGWA, BIS, CCA, GPCB, NEPHRA અને EPRનો સમાવેશ થાય છે. આ પ્રતિબદ્ધતા ટકાઉ નૈતિકતા સુધી વિસ્તરે છે, જે તેની વર્ટિકલી ઈન્ટિગ્રેટેડ, પર્યાવરણીય રીતે સભાન ઉત્પાદન એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. ક્લિયર પ્રીમિયમ વોટરે મહત્વાકાંક્ષી ટકાઉપણા લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે, જેનું લક્ષ્ય વર્ષ 2027 સુધીમાં પ્લાસ્ટિક ન્યૂટ્રાલિટી હાંસલ કરવાનું, વર્ષ 2030 સુધીમાં નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન સુધી પહોંચવાનું અને વર્ષ 2030 સુધીમાં વોટર પોઝિટિવિટી પ્રાપ્ત કરવાનું છે. આ લક્ષ્યો ગુણવત્તા અને પર્યાવરણીય જવાબદારી બંને પ્રત્યે ક્લિયરની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
જ્યારે એનયુની વાત આવે છે ત્યારે આ રેન્જ હિમાલયની પર્વતમાળાના સાચા સાર અને સમૃદ્ધિને સમાવે છે અને શુદ્ધ પાણી સીધી બોટલમાં પહોંચાડે છે, પ્રકૃતિનું શ્રેષ્ઠ પાણી. ક્લિયર પહેલેથી જ વ્યાપક લોકપ્રિયતા ધરાવે છે, જ્યારે ‘એનયુ’ વણખેડાયેલા માર્કેટ સેગમેન્ટના દરવાજા ખોલે છે.
‘NUbyClear’નું લોન્ચિંગ ક્લિયર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે તે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરે છે, જેનો ઉદ્દેશ્ય હિમાલયના અવિશ્વસનીય સારથી ભારતના પસંદગીના ગ્રાહકોની તરસ છીપાવવાનો છે, જે એક જ બોટલમાં કેપ્ચર થાય છે અને તેમના જીભે તથા હૃદય પર અવિશ્વસનીય છાપ છોડી જાય છે. આ બોટલ 250 એમએલ, 500 એમએલ અને 1 લિટરની અનેકવિધ વેરાઈટીમાં ઉપલબ્ધ છે.