સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન દ્વારા ક્રિકેટ તકડા -2023 ટુર્નામેન્ટમાં ચૂરમા રોયલ બની ચેમ્પિયન

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ચિલ્લી ચેલેન્જર્સ અને ચૂરમા રોયલ્સ વચ્ચે ખેલાયો ફાઇનલ મુકાબલો

સુરત: વ્યાપારિક અને અને સામાજિક ઉત્કર્ષ માટે કાર્યરત સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન દ્વારા સુરતના આંગણે યોજાયેલ ત્રણ દિવસીય ઇન્ડોર ક્રિકેટ ટુર્નામેન્ટ “ક્રિકેટ તડકા – 2023″ની ફાઇનલ મેચમાં ચિલી

ચેલેન્જર્સને હરાવી ચૂરમા રોયલ્સ ચેમ્પિયન બની હતી.

 

એસોસિયેશનના ધવલભાઈ નાણાવટી અને રાજેશભાઈ અજમેરા એ જણાવ્યું હતું કે સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન એ દક્ષિણ ગુજરાતમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું સંગઠન છે. જે ધાંધકિય અને સામાજિક વિકાસ માટે કાર્ય કરી રહ્યું છે. હાલ એસોસિયેશન સાથે 150 લોકો જોડાયેલા છે. ત્યારે તમામના પરિવાર એક સાથે આવે અને પરસ્પર સંબંધો મજબૂત બનાવવા સાથે એક બીજા ના સહયોગથી વ્યવસાય પણ આગળ વધે તેવા ઉદ્દેશ્ય સાથે એસોસિયેશન સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું રહ્યું છે. જે અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેલો ઇન્ડિયા અભિયાનથી પ્રેરિત થઈ 8મી જૂનથી 10મી જૂન સુધી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ટીમો વચ્ચે લીગ અને ત્યારબાદ સેમી ફાઇનલ મેચો રમાઈ હતી. અંતે ફાઇનલમાં ચિલી ચેલેન્જર્સ અને ચૂરમા રોયલ્સની ટીમે પ્રવેશ મેળવ્યો હતો. દિલધડક રહેલા ફાઇનલ મુકાબલમાં ચિલી ચેલેન્જર્સ ટીમને હરાવી ચેમ્પિયન ટ્રોફી પર ચૂરમા રોયલ્સે કબજો જમાવ્યો હતો. ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ મિલિન્દ ભંડેરી અને વુમન ઓફ ધ સિરીઝ શિલ્પા શાહ રહ્યા હતા. જ્યારે બેસ્ટ બોલર તરીકે નો ખિતાબ કેતન ભાલાળા, બેટ્સમેનની ટ્રોફી બ્રિજેશ ઝાલાવડિયાએ મેળવી હતી. ઓલા વિનર નાનાલાલ કેટેરર્સ રહ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન સાથે જોડાયેલા સભ્યો 30 થી 40 હજાર લોકોને રોજગાર પૂરો પાડી રહ્યા છે. ત્યારે આ એસોસિએશન માત્ર સભ્યોનું જ નહીં પણ કેટરિંગ વ્યસ્વાય સાથે જોડાયેલા તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.