સુરત ખાતે સેલિબ્રિટી બોક્સ ક્રિકેટ લીગનું આયોજન
સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સર અને બ્રાન્ડ ના મલિકાઓ એક મંચ પર
સુરત: સુરત ખાતે સતત ચોથા વર્ષે સુરત સેલિબ્રિટી બોક્સ ક્રિકેટ લીગ સીઝન -4 નું આયોજન વ્હાઇટ ટાઇગર પ્રોડક્શન હાઉસ અને પીટી ફિલ્મ્સ દ્વારા આરડીએક્સ ધ-ડિસ્ક રાહુલ રાજ મોલ મા કરવામાં આવ્યું છે. ચાર દિવસીય આ લીગની ભવ્ય શરૂઆત થઈ છે અને સુરત ખાતે દેશભરના સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સર ભેગા થયા છે.
SCBCL ના ફાઉન્ડર પ્રવેશ ઠાકુરે જણાવ્યું હતું કે પેન ઇન્ડિયાથી વધુમાં વધુ સારામાં સારા ઈનફ્લુએન્સર અમારી સાથે જોડાય, તેમજ સારી એવી બ્રાન્ડસ પણ અમારી સાથે જોડાઈ રહે અને નેશનલ ઈન્ટનેશનલ બ્રાન્ડ પણ જોડાયા અને તેના થકી આ ઇવેન્ટમાં વધુ મોટા સ્કેલ પર લઈ જઈ શકીએ એ SCBCL ના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
ઇવેન્ટ મેનેજર શાકિર સેલોતે જણાવ્યું હતું કે SCBCL એક લોકપ્રિય ઇવેન્ટ બનતી જઈ રહી છે. આ ક્રિકેટ લીગ ના માધ્યમથી દેશભરના ક્રિએટર્સને એક પ્લેટફોર્મ મળે છે અને લોકલ બ્રાન્ડ પણ તેમની સાથે જોડાય છે. જેથી એક બીજાના જોડાણ થી બ્રાન્ડ ને અને ક્રીએટર્સ બંનેને લાભ થાય છે.