ભવિષ્યના આધાર એવા રાંદેર ગર્લ ચાઇલ્ડ કેરના નિરાધાર બાળકોના આધાર એવા ઋષિ વઘાસિયા દ્વારા ધાર્મિકશ્રી ની પ્રેરણાથી કન્યાઓના શારીરિક અને માનસિક વિકાસ માટે ગાર્ડનનું નિર્માણ
સુરત: યત્ર નાર્યસ્તું પુજન્તે રમંતે તત્ર દેવતાની ઉકિત ને અનુસરીને કેટલાક યુવાનોએ ભેગા મળી રાંદેર ગર્લ ચાઇલ્ડ કેર ખાતે સ્ત્રીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે એક ગાર્ડન નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આજરોજ શ્રી ધાર્મિક શ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પહેલ કરનાર ઋષિ વઘાસીયા એ જણાવ્યું હતું કે સ્ત્રી સમાજનું એક એવું પીલ્લર છે કે જેના પર સમગ્ર સૃષ્ટિ ટકેલી છે. ત્યારે શ્રી નિરોગી અને સ્વસ્થ રહે તે સમાજ માટે ખુબજ જરૂરી છે. આ બાબતને જ ધ્યાનમાં રાખી મહિલાઓ માટે ગાર્ડન બનાવવાનો વિચાર મનમાં આવ્યો. સૌથી પહેલા કતારગામ વિસ્તારમાં આ પ્રકારનું બાળકો માટે નું ગાર્ડન બનાવ્યું ત્યારબાદ હવે રાંદેર ગર્લ ચાઇલ્ડ કેર ખાતે બીજું ગાર્ડન બનવવામાં આવ્યું છે. આ ગાર્ડન ના નિર્માણ મા ઋષિ વધાસિયાના તન-મન-ધન નું સમર્પણ તો છે જ સાથે-સાથે એમના પાર્ટનર એવા શ્રીમતિ મિસ્ટી તથા સરથાણા જકાતનાકા ના પિયુષ ડોબરીયા, મયંક ડોબરીયા, જીગ્નેશ વાડદોરીયા, નો સહયોગ મળ્યો છે. આજરોજ ધાર્મિક શ્રીના સાનિધ્યમાં આ ગાર્ડન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.