ધારાસભ્ય સંગીતા પાટીલના જન્મ દિવસ પર ભાજપ કાર્યકર્તા સમ્રાટ પાટીલ દ્વારા કુપોષિત બાળકોને કિટનું વિતરણ
સુરત. ૧૬૩ લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટિલના જન્મદિવસની આજે તેમના સમર્થકો દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યરત અને યુવા ઉદ્યોગપતિ સમ્રાટ પાટીલ દ્વારા પણ ધારાસભ્ય સંગીતાબેન પાટિલના જન્મદિવસ પ્રસંગે સમાજસેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. લિંબાયત સુભાષ નગર કોમ્યુનિટી હોલ ખાતે સમ્રાટ પાટીલ દ્વારા જન્મ દિવસની ઉજવણી અને કુપોષિત બાળકોને પૌષ્ટિક કીટ વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા કેક કટિંગ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના અને અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે સમ્રાટ પાટીલ દ્વારા આંગણવાડીના 500 જેટલા કુપોષિત બાળકોને પૌષ્ટિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. સમ્રાટ પાટીલ દ્વારા આપવામાં આવેલી કીટ માં સીંગદાણા, ચણા, મગ, ઘી, ગોળ અને ખજૂર સામેલ હતા. સાથે જ બાળકોને એક સ્કૂલ બેગ પણ ભેટમાં આપવામાં આવી હતી.