શહેરના ઈસનપુર વિસ્તારમાં વિશાલનગર પ્રસિદ્ધિ સોસાયટી ખાતે “ભાગવત સપ્તાહ કથા જ્ઞાનયજ્ઞ” યોજાઇ

અમદાવાદઃ હાલ ચાલી રહેલા પવિત્ર પુરૂષોત્તમ માસમાં ભક્તો ભક્તિમાં લીન જોવા મળી રહ્યાં છે. આ પવિત્ર માસ દરમિયાન સમગ્ર શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત થઇ રહ્યાં છે, ત્યારે શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા વિશાલનગર પ્રસિદ્ધિ સોસાયટી ખાતે “ભાગવત સપ્તાહ કથા જ્ઞાનયજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું હતુ.
વિશાલનગર પ્રસિદ્ધિ સોસાયટીના નવું અંબાજી માતા મંદિરના કોમન પ્લોટમાં 7 ઑગસ્ટથી 13 ઑગસ્ટ સુધી “ભાગવત સપ્તાહ કથા જ્ઞાનયજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું હતુ. જાણીતા ગણેશ ઉપાસક પંકજભાઈ ભટ્ટ (કોઠ-ગણેશપુરા)એ વ્યાસ પીઠ પરથી સૌ ભક્તજનોને કથાનું રસપાન કરાવ્યું હતુ. આ સપ્તાહ દરમિયાન હજારો ભાવિકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સપ્તાહ દરમિયાન કૃષ્ણ જન્મોસ્તવ, કૃષ્ણ-રૂકમણી વિવાહ અને ભાગવાનના વામન અવતાર જેવા વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન સમગ્ર વિશાલનગરનું વાતાવરણ ધાર્મિક રંગે રંગાયેલું જોવા મળ્યું હતુ.